શોધખોળ કરો
Advertisement
યોગી સરકારે પ્રિયંકા ગાંધીનો મજૂરો માટે 1000 બસો ચલાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો
પ્રવાસી મજૂરો માટે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 1000 બસો ચલાવવાની મજૂરી માંગી હતી જેનો હવે ઉત્તરપ્રદેશની યોગી સરકારે સ્વીકાર કર્યો છે.
લખનઉ: પ્રવાસી મજૂરો માટે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 1000 બસો ચલાવવાની મજૂરી માંગી હતી જેનો હવે ઉત્તરપ્રદેશની યોગી સરકારે સ્વીકાર કર્યો છે. યૂપી સરકારે એક હજાર બસના ડ્રાઈવર અને અન્ય જાણકારી માંગી છે. સૂત્રોની જાણકારી અનુસાર, પ્રિયંકા ગાંધીની ઓફિસે યૂપી મુખ્યમંત્રી ઓફિસનો સંપર્ક કર્યો છે અને આ જાણકારી મોકલવામાં આવી રહી છે.
આ પહેલા સીએમ યોગીએ કૉંગ્રેસ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, કૉંગ્રેસ પાસે એક હજાર બસની યાદી માંગવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી નથી મળી.
કૉંગ્રેસે તેના પર પલટવાર કર્યો છે. યૂપી કૉંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું, યોગી જી અત્યાર સુધી ખોટુ બોલી કામ ચલાવી રહ્યા છે. કહી રહ્યા હતા કે અમે બસની ત્રણ દિવસથી યાદી માંગી છે. ઠીક છે અમે તો બસ લઈને ઉભા હતા. યૂપીની જનતાનો આભાર કે તમે દબાવ બનાવી આ સેવા કાર્યમાં અડચણો કરનારા સીએમને યોગ્ય નિર્ણય કરવા મજબૂર કર્યા. શ્રમિક ભાઈ બહેનોને રાહત મળી જરૂરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement