શોધખોળ કરો
Advertisement
પીડિત પરિવારોને મળવા આવતીકાલે સોનભદ્ર જશે યોગી આદિત્યનાથ
નોઁધનીય છે કે જમીન વિવાદમાં સોનભદ્રમાં 10 લોકોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ મુદ્દા પર રાજનીતિ શરૂ થઇ ગઇ હતી.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે સોનભદ્ર નરસંહારના પીડિતોને મળવા માટે જશે. સોનભદ્રના જિલ્લા હોસ્પિટલમાં સૌ પ્રથમ તે પીડિત પરિવારોને મળશે. લખનઉ પાછા ફર્યા બાદ તે પ્રેસ કોન્ફરન્સ કરશે. નોઁધનીય છે કે જમીન વિવાદમાં સોનભદ્રમાં 10 લોકોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ મુદ્દા પર રાજનીતિ શરૂ થઇ ગઇ હતી. કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા માટે સોનભદ્ર જઇ રહ્યા હતા ત્યારે તેમને મિર્ઝાપુરમાં રોકી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા પીડિત પરિવારોને મળવા પર અડ્યા હતા. જોકે, બાદમાં પ્રિયંકા ગાંધીએ શનિવાર સોનભદ્ર નરસંહારના પીડિત પરિવારજનોને મળ્યા હતા. વહીવટીતંત્રે ફક્ત બે લોકોને પ્રિયંકાને મળવા માટેની મંજૂરી આપી હતી.
સોનભદ્ર નરસંહારથી પીડિત પરિવારજનો પ્રિયંકા ગાંધીને મળવા માટે ચુનાર ગેસ્ટ હાઉસ પહોંચ્યા તો પ્રિયંકા ગાંધી ભાવુક થઇ ગયા હતા. પીડિત પરિવારની મહિલાઓએ પોતાનું દર્દ વ્યક્ત કર્યુ હતું. હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોનભદ્ર હત્યાકાંડના પરિવારજનોને મળવા જશે. આ અગાઉ યોગીએ કહ્યુ હતું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. દોષિતો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આદિત્યનાથે આ ઘટનાને લઇને કોગ્રેસને જવાબદાર ઠેરવી કહ્યું કે, આ ઘટનાના પાયા 1955માં નખાયા હતા. જ્યારે કોગ્રેસની સરકાર હતી. સોનભદ્ર વિવાદને લઇને 1955 અને 1989ની કોગ્રેસ સરકાર દોષિત છે. આ આખા પ્રકરણમાં ગ્રામ પંચાયતની જમીનને 1955માં આદર્શ સોસાયટીના નામ પર દાખલ કરવામાં આવ્યા હતા. આ જમીન પર વનવાસી સમુદાયના લોકો ખેતી કરતા હતા. બાદમાં આ જમીનને કોઇ વ્યક્તિના નામ પર 1989માં કરી દેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion