Vande Bharat Train: ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત
આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે
ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા રવાના થયેલી વંદે ભારત ટ્રેનની C14 કોચમાં બેટરીના કારણે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. The fire brigade reached the site and extinguished the fire: Indian Railways
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીના સ્ટેશન પહેલા બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-14માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી બેટરી બોક્સમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. બીના રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.
Fire is limited to Battery Box only and fire is extinguished. Electrically isolation is being done and train will start shortly. All passengers are safe.Battery box is located in the undergear, relatively away from the passenger area. As the incident occurred, electrical safety…
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વંદે ભારત ટ્રેનમાં કોંગ્રેસ નેતા અજય સિંહ, IAS અવિનાશ લાવાનિયા સહિત ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. મધ્યપ્રદેશના રાણી કમલાપતિ સ્ટેશન અને દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલનારી આ ટ્રેન મધ્ય પ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.