નક્સલીઓએ બંધક બનાવેલા CRPFના જવાન રાકેશ્વર સિંહને છોડી મૂક્યો, બીજાપુરમાં હુમલા બાદ બનાવ્યો હતો બંધક
3 એપ્રિલે છત્તીસગના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરીને રાકેશ્વરસિંહ મનહાસને નક્સલવાદીઓએ બંધક બનાવ્યો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અને જવાનો ઘાયલ થયા હતા.
રાયપુર: નક્સલીએ બંધક બનાવેલા CRPFના જવાન રાકેશ્વર સિંહને છોડી મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલે છત્તીસગ(Chhattisgarh)ના બીજાપુર (Bijapur)જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરીને રાકેશ્વરસિંહ મનહાસને નક્સલવાદીઓએ બંધક બનાવ્યો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અને જવાનો ઘાયલ થયા હતા.
રાકેશ્વરસિંહના મૂક્ત કર્યા હોવાના સમાચાર મળતાં જ તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન રાકેશ્વરસિંહની પત્ની ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે છેલ્લા છ દિવસ તેમની જિંદગીની સૌથી મોટો સમય રહ્યો. રાકેશ્વરસિંહની પાછા આવવાની તેમણે આશા છોડી નહોતી અને તેમને વિશ્વાસ હતો કે તેનો પતિ પાછો આવશે જ.
નક્સલીઓ(Naxals) એ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ત્રણ એપ્રિલે સુરક્ષા દળના બે હજાર જવાન હુમલો કરવા માટે જીરાગુડેમ ગામ પાસે પહોંચ્યા હતા. તેને રોકવા માટે પીએલજીએ હુમલો કર્યો હતો. માઓવાદીઓએ નિવેદનમાં કહ્યું હતું કે, એક જવાનને બંધક બનાવવામાં આવ્યો છે જ્યારે અન્ય જવાન ત્યાંથી ભાગી ગયા છે. તેઓએ કહ્યું હતું કે, સરકાર પહેલા મધ્યસ્થીના નામની જાહેરાત કરે તેના બાદ બંધક બનાવવામાં આવેલો જવાન સોંપવામાં આવશે.
ગત શનિવારે છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા (Sukma-Bijapur) જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 22 જવાનો શહીદ થયા હતા. અથડામણ બાદ રવિવારે વધુ 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. શનિવારે બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર બાદ 21 જવાનો ગુમ હતા. લાપતા જવાનોને શોધવા માટે 600 જવાનોની બટાલિયન નક્સલીઓના વિસ્તારમાં રવાના થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી વધુ 17 મૃતદેહ મળી આવ્યા હતા.
આ પણ વાંચો.......
MP weekend Lockdown: ગુજરાતના આ પાડોશી રાજ્યએ તમામ શહેરોમાં વિકેન્ડ લૉકડાઉન લાદવાની કરી જાહેરાત
મોદી સરકારનો ખેડૂતોને મોટો આંચકો, ખેતી માટે અનિવાર્ય આ ચીજના ભાવમાં 50 ટકાનો તોતિંગ વધારો, જાણો વિગત
ગુજરાતની કઈ જાણીતી સિંગરના કાર્યક્રમમાં પોલીસે પાડી રેઈડ ? કારણ જાણીને ચોંકી જશો