કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, આ રાજ્યએ બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું
દેશમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું.
એકબાજુ જ્યાં દેશમાં દરરોજ નવા કોરોના કેસોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે કેરાલામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેરાલા દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે જ્યાં છેલ્લા 50 દિવસમાં પહેલીવાર 20 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. કેરાલામાં મંગળવારે કૉવિડ-19ના 22,129 નવા કેસો સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33,05,245 થઇ ગઇ છે. વળી તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરીથી 12 ટકાને પાર થઇ ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 દર્દીઓના મોત થયા બાદ મૃતકોની સંખ્યા વધીને 16,326 થઇ ગઇ છે. 13,145 દર્દીઓના સંક્રમણ મુક્ત થયા બાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 31,43,043 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 1,45,371 એક્ટિવ કેસો છે. રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં સંક્રમણના 2,000 થી વધુ કેસો સામે આવ્યા છે. સૌથી વધુ 4,037 કેસો મલ્લાપ્પુરમમાંથી નોંધાયા છે.
આ પછી ત્રિશૂરમાં 2,623, કોઝિકૉડથી 2,397 અને અર્નાકુલમથી 2,352 અને પલ્લકડથી 2,115, કોલ્લમથી 1,914 અને કોટ્ટાયમથી 1,136, તિરુવનંતપુરમથી 1,100, કન્નૂરથી 1,072 અને અલપ્પુઝાથી 1,064 કેસો સામે આવ્યા છે. જાહેરાતમાં બતાવવામાં આવ્યુ કે નવા દર્દીઓમાં 116 સ્વાસ્થ્ય કર્મીઓ છે.
Complete lockdown to be imposed in #Kerala on 31st July and 1st August due to rising COVID19 cases in the state pic.twitter.com/I31OvXGSoJ
— ANI (@ANI) July 29, 2021