શોધખોળ કરો

Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં કૉંગ્રેસે 11 ઉમેદવારોની યાદી કરી જાહેર, આ બેઠક પરથી લડશે  હરીશ રાવત

હરીશ રાવત રામનગરથી ચૂંટણી લડશે. અનુકૃતિને લેન્સડાઉનથી ટિકિટ આપવામાં આવી છે.

Uttarakhand Election 2022: કૉંગ્રેસે સોમવારે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત (Harish Rawat) અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈ(Anukriti Gusain Rawat) રાવતનું નામ પણ છે. હરીશ રાવત રામનગરથી ચૂંટણી લડશે. અનુકૃતિને લેન્સડાઉનથી ટિકિટ આપવામાં આવી છે.આપને જણાવી દઈએ કે હરક સિંહ રાવત તાજેતરમાં ભાજપમાંથી હાંકી કાઢ્યા બાદ કોંગ્રેસમાં પરત ફર્યા છે. હરક રાવત અને તેમના પુત્રવધૂ 21 જાન્યુઆરીએ કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પહેલા ઉત્તરાખંડમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ કથિત ઓડિયોમાં કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત રામનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યની રચના બાદ 2002માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ દત્ત તિવારી દ્વારા પણ રામનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે.

વાયરલ ઓડિયો અંગે જ્યારે હરીશ રાવતના મીડિયા સલાહકાર સુરેન્દ્ર કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચૂંટણી લડવા અથવા અન્ય વિષયો પર ઘણી વાતચીત અને પરામર્શ થાય છે અને તેને રાજકીય દૃષ્ટિકોણથી જોવું જોઈએ નહીં.

11 ઉમેદવારોની યાદી સાથે કોંગ્રેસે ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 64 ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે તેણે વધુ છ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના છે. કોંગ્રેસે શનિવારે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે 53 ઉમેદવારોની તેની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ ગણેશ ગોડિયાલ અને ધારાસભ્ય દળના નેતા પ્રિતમ સિંહના નામનો સમાવેશ થાય છે.

સમાજવાદી પાર્ટીએ 159 ઉમેદવારોની યાદી જાહેર કરી

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી(UP Election 2022)ને લઈ સમાજવાદી પાર્ટીએ પોતાના 159 ઉમેદવારોની યાદી(SP Candidates List) જાહેર કરી છે. આ સાથે જ અખિલેશ યાદવ(Akhilesh yadav)ની સીટ પણ ફાઈનલ થઈ ગઈ છે. સપાના સુપ્રીમો અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવની ઉમેદવારોની પ્રથમ યાદીએ બધાને ચોંકાવ્યા છે. આ યાદીમાં  સપાના સાંસદ આઝમ ખાનને રામપુર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સપાએ સ્વાર વિધાનસભા બેઠક પરથી આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને ટિકિટ આપી છે.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટ પરથી ચૂંટણી લડશે. આ સાથે સહારનપુરની બેહત સીટથી ઉમર અલી ખાન, નકુડથી ધરમ સિંહ સૈની, સહારનપુર નગરથી સંજય ગર્ગ, સહારનપુર દેહતથી આશુ મલિક, દેવબંદથી કાર્તિકેય રાણા, શામલીથી નાહીદ હસન, મુરાદાબાદથી કમલ અખ્તર અને અન્ય ઘણા દિગ્ગજ મેદાનમાં  છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget