Congress Candidates List: લો થઈ ગયું ફાઈનલ! રાહુલ ગાંધી આ બેઠક પરથી લડશે લોકસભાની ચૂંટણી
Congress Candidates List 2024: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 39 નામોની જાહેરાત કરવામાં આવી છે.
Congress Candidates List 2024: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 39 નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ કેસી વેણુગોપાલ અને અજય માકને પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ જેવા મોટા નામ સામેલ છે. હકીકતમાં, 2024ની લોકસભા ચૂંટણીની તારીખો આગામી સાત દિવસમાં જાહેર થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ શકે છે. પરંતુ તે પહેલા રાજકીય તાપમાન વધી ગયું છે. તમામ પક્ષો ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છે. ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સિવાય અનેક પ્રાદેશિક પક્ષોએ પણ યાદી જાહેર કરી છે.
The Bharat Jodo Nyay Yatra has now reached Gujarat after covering many states.
The yatra will culminate in Mumbai on March 17 with a mammoth rally.
: Shri @kcvenugopalmp, General Secretary (Organisation), AICC pic.twitter.com/0MhBnk6jhv — Congress (@INCIndia) March 8, 2024
કેસી વેણુગોપાલે પત્રકાર પરિષદમાં ઉમેદવારોની યાદી જાહેર કરી. ઉમેદવારોના નામની જાહેરાત કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. પાર્ટીની પ્રથમ યાદીમાં 15 સામાન્ય ઉમેદવારો અને 24 SC-ST, OBC અને લઘુમતી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉપરાંત, એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 39 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों के नाम घोषित किए गए। pic.twitter.com/jOQk3rycwG
— Congress (@INCIndia) March 8, 2024
વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડશે
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. આમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે.
કોંગ્રેસે ઉત્તર પ્રદેશની એકપણ બેઠક પર ઉમેદવારની જાહેરાત ન કરી
કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશની બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ રાજ્યમાં ચૂંટણી લડી રહી છે અને સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 17 બેઠકો આપી છે. આ બેઠકો અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ, વારાણસી, મહારાજગંજ, દેવરિયા, બાંસગાંવ, સીતાપુર, અમરોહા, બુલંદશહર, ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, બારાબંકી, ફતેહપુર સીકરી, સહારનપુર અને મથુરા છે. જોકે, પાર્ટીએ આમાંથી કોઈપણ ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.