શોધખોળ કરો
Advertisement
છત્તીસગઢ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસનો દબદબો, 10માંથી 7 નગરપાલિકામાં મળી જીત
રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ કૉંગ્રેસે પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાજી મારી છે.
રાયપુર: છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. પરિણામ પરથી એ નક્કી છે કે શહેરી વિસ્તારમાં પણ લોકોએ કૉંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છત્તીસગઢમાં 10 નગરપાલિકામાંથી 7 પર કૉંગ્રેસને જીત મળી છે.
રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ કૉંગ્રેસે પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાજી મારી છે. કૉંગ્રેસે 103 પંચાયતોમાંથી 48માં જીત મેળવી છે. કૉંગ્રેસ પાર્ટીએ 10 નગરપાલિકામાંથી 7 પર જીત મેળવી છે. ભાજપે માત્ર 2 નગરપાલિકામાં જીત મેળવી છે. જ્યારે એક નગરપાલિકા કોરબા પર ભાજપે લીડ કરી છે જ્યારે પંચાયતમાં કૉંગ્રેસે લીડ મેળવી છે.
છત્તીસગઢમાં આ વખતે મેયરની ચૂંટણી સીધી નહોતી યોજાઈ. કોર્પોરેટર મેયરને ચૂંટશે. આ ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. તમામ જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવામાં આવી હતી. જેના કારણે ચૂંટણીના પરિણામ આવવામાં વાર લાગી હતી. પરિણામ કાલે રાત્રે આવી ગયા હતા પરંતુ સત્તાવાર હવે જાહેરાત કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement