શોધખોળ કરો

Himachal Pradesh : હિમાચલમાં ભાજપ પાડશે 'ખેલ'!!! 'ઓપરેશન લોટસ'ને લઈને કોંગ્રેસમાં ફફડાટ

કોંગ્રેસ જીતથી ખુશ નથી. પરંતુ તેને ઓપરેશન લોટસની ચિંતાઓ સતાવવા લાગી છે. હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢના ચૂંટણી નિરીક્ષક ભૂપેશ બઘેલે પણ ઓપરેશન લોટસને લઈને ઈશારો કર્યો છે.

Himachal Pradesh Result 2022: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્યની 68 વિધાનસભાની કુલ બેઠકોમાંથી કોંગ્રેસ 40ના આંકડાની આસપાસ છે તો ભાજપને 25 બેઠકો મળતી દેખાઈ રહી છે. રાજ્યમાં સરકાર રચવા માટે 35 બેઠકોની જરૂર હોય છે. ભાજપને થોડા માટે પનો ટુંકો પડે તેમ લાગી રહ્યું છે. હવે રાજ્યમાં જોડતોડની રાજનીતિ શરૂ થવાના આશાર છે. પરિણામો આવતાની સાથે જ હિમાચલમાં કોંગ્રેસને ઓપરેશન લોટસનો ડર સતાવવા લાગ્યો છે. 

જોકે સ્પષ્ટ બહુમતિ મળતી હોવા છતાંયે કોંગ્રેસ જીતથી ખુશ નથી. પરંતુ તેને ઓપરેશન લોટસની ચિંતાઓ સતાવવા લાગી છે. હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢના ચૂંટણી નિરીક્ષક ભૂપેશ બઘેલે પણ ઓપરેશન લોટસને લઈને ઈશારો કર્યો છે. તેમણે કહ્યું છે કે, પાર્ટીના ધારાસભ્યોને ભાજપથી ખતરો છે. ભાજપ કોઈપણ હદે જઈ શકે છે અને ધારાસભ્યોનું ધ્યાન રાખવું પડશે.

તો બીજી તરફ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું હતું કે, અમે જનાધારનું સન્માન કરીએ છીએ અને ટૂંક સમયમાં રાજ્યપાલને રાજીનામું સોંપીશું. હવે બહુમત સંભાળવાનું કામ કોંગ્રેસનું છે. તેમણે કહ્યું હતું કે, ઘણી બેઠકો એવી પણ છે કે જેના પર અમે બહુ ઓછા માર્જિનથી હાર્યા. 11 બેઠકો એવી રહી જ્યાં જીત કે હાર ખૂબ જ ઓછા માર્જિનથી નિશ્ચિત થઈ અને મતની ટકાવારીમાં માત્ર 1 ટકાનું અંતર રહ્યું.

ઓપરેશન લોટસને લઈ કોંગ્રેસમાં ચિંતાના 5 કારણ

1. કેટલા વર્ષોની ઘટ્નાઓ પર નજર કરવામાં આવે તો અનેકવાર કોંગ્રેસનો ખેલ બગડ્યો છે અને પુરતુ સંખ્યાબળ હોવા છતાંયે તેણે સત્તામાંથી બહાર ફેંકાઈ જવું પડ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં શું થયું તે બધા જાણે છે. શિવસેનાના નેતૃત્વમાં મહાગાડી સરકાર હતી જેમાં એનસીપી અને કોંગ્રેસ પણ સામેલ હતી. પરંતુ આસામ પહોંચી જઈ એકનાથ શિંદે કેમ્પના ધારાસભ્યોએ ભાજપ સાથે મળી સત્તાનો ખેલ પાડી દીધો હતો. 

2. તેવી જ રીતે વર્ષ 2018માં કોંગ્રેસને 15 વર્ષ બાદ મધ્ય પ્રદેશમાં સત્તામાં પાછા આવવાનો મોકો મળ્યો હતો અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતાં. પરંતુ કોંગ્રેસને જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાનો સામનો કરવો પડ્યો હતો. જેનો ભાજપે ભારે ફાયદો ઉઠાવ્યો અને સિંધિયા જૂથના 22 ધારાસભ્યોને પોતાના પક્ષમાં શામેલ કરી રાતોરાત સત્તા પલટ કરી દીધો. 

3. વર્ષ 2017માં કોંગ્રેસ મણિપુરમાં ચૂંટણી જીત્યા બાદ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કોંગ્રેસે અહીં 28 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને માત્ર 21 બેઠકો મળી હતી પરંતુ અહીં પણ કોંગ્રેસને બળવાનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપે તેનો ફાયદો ઉઠાવીને સરકાર બનાવી હતી.

4. વર્ષ 2017માં કોંગ્રેસ ગોવામાં પણ સૌથી મોટી પાર્ટી હતી અને ત્યારબાદ કોંગ્રેસને સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. અહીં પણ ભાજપ પર ઓપરેશન લોટસનો આરોપ લાગ્યો હતો અને કોંગ્રેસના 10 ધારાસભ્યોએ એકસાથે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ભાજપે પોતાની સરકાર બનાવી.

5. વર્ષ 2016માં ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકાર 9 ધારાસભ્યોના બળવામાં ફસાઈ હતી. વિધાનસભા અધ્યક્ષે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે બળવા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા.

આ ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પણ અત્યારથી જ સતર્ક બની છે. કોંગ્રેસ ઓપરેશન લોટ્સને લઈને સાવચેતી વર્તી રહી છે. જોકે હિમાચલ પ્રદેશમાં આખરે કોની સરકાર બનશે તે તો સમય જ બતાવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget