શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી: કૉંગ્રેસ વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા
મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસ પાર્ટીએ વધારે 9 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસ પાર્ટીએ વધારે 9 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. પાર્ટીએ જૌરાથી પંકજ ઉપાધ્યાય, સુમાવાલીથી અજબ કુશવાહા, ગ્વાલિયર ઈસ્ટથી સતીશ સિકાવર, પોહરીથી હરિબલ્લભ શક્લા, મુંગાવલીથી કન્હૈયા રામ લોધી, સુરખીથી પારૂલ સાહુ, માંઘાતાથી ઉત્તમ રાજ નારાયણ સિંહ, બદનાવરથી અભિષેક સિંહ ટિંકૂ બાના અને સુવાસરાથી રાકેશ પાટીદારને ટિકિટ આપી છે. આ પહેલા કૉંગ્રેસ પાર્ટીએ 15 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી.
ચૂંટણી પંચે શુક્રવારે પત્રકાર પરિષદ કરી હતી, ત્યારે શક્યતા હતી કે બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોની પેટા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે, પરંતુ એવું ન થયું.
પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત 29 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર ન કરવામાં આવતા રાજકીય પક્ષોને આચાર સંહિતામાંથી થોડા દિવસોની છૂટ મળી ગઈ છે.
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકોમાંથી 28 બેઠકો હાલ ખાલી છે. બે બેઠકો ધારાસભ્યોના નિધન થવાના કારણે ખાલી થઈ છે જ્યારે 25 બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement