શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CBIએ પી ચિદમ્બરમની કરી ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
ગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ પી ચિદમ્બરમે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ઘરે પહોંચ્યા હતા. જ્યાંથી આશરે દોઢ કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ સીબીઆઈ અને ઈડીની ટીમ તેમને કારમાં બેસાડીને લઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ પી ચિદમ્બરમે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ઘરે પહોંચ્યા હતા. જ્યાંથી આશરે દોઢ કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ સીબીઆઈ અને ઈડીની ટીમ તેમને કારમાં બેસાડીને લઈ ગઈ હતી. ચિદમ્બરમને સીબીઆઈ હેડક્વાર્ટરના પાછળના દરવાજેથી અંદર લઈ જવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ દરવાજાનો ઉપયોગ બહાર નીકળવા માટે થાય છે પરંતુ મીડિયાથી બચવા માટે એક્ઝિટ ગેટથી તેમને અંદર લઈ જવાયા હતા. જ્યાં તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી. ગુરુવારે તેમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ચિદમ્બરમના દીકરા કાર્તિએ કહ્યું કે, તપાસ એજન્સીઓ દ્વારા મામલાને સનસનીખેજ બનાવવા માટે આ ડ્રામા કરવામાં આવ્યો છે. સંકટના સમયમાં પરિવારને સાથ આપવા બદલ કોંગ્રેસ, રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીનો આભારી છું.સીબીઆઈના આ પગલાં સામે અમ કોર્ટમાં જઈશું અને ત્યાં અમે નિર્દોષ સાબિત થઈશું. મારા પિતાને ઈડીએ અનેક વખત સમન મોકલ્યા અને તેઓ હાજર થયા હતા. આ મામલાનો કાનૂની રીતે સામનો કરીશું.Delhi: P Chidambaram likely to be produced before the CBI Rouse Avenue Court, tomorrow. (file pic) pic.twitter.com/bcFD2TW7aN
— ANI (@ANI) August 21, 2019
આટલા કલાકથી ક્યાં ગુમ હતા? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું રાતથી વકીલો સાથે દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો. મને અને મારા દીકરા કાર્તિને ફસાવવામાં આવી રહ્યા છે. લોકતંત્રનો પાયો આઝાદી છે, જો મારે જિંદગી અને આઝાદી વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું આઝાદી પસંદ કરીશ.#UPDATE CBI Sources: P Chidambaram has been arrested on an arrest warrant issued by a competent court. https://t.co/hpshBAAlEO
— ANI (@ANI) August 21, 2019
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ લાપતા થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નહોતી. સીબીઆઈ તેમને શોધવા ગઈકાલે ત્રણ વખત તેમના ઘરે ગઈ હતી. 27 કલાકથી ક્યાં ગુમ હતા ચિદમ્બરમ, પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કર્યો ખુલાસો આખરે પી ચિદમ્બરમ પ્રકટ થયા, કહ્યું- હું આરોપી નથી, ફસાવવામાં આવી રહ્યો છેDelhi: P Chidambaram taken away in a car by probe agency officials. pic.twitter.com/8mtu0Lph9r
— ANI (@ANI) August 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion