Bharat Jodo Yatra: કોંગ્રેસના નવા અધ્યક્ષ રિમોટ કંટ્રોલથી ચાલશે ? ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીને પૂછાયેલા સવાલનો શું આપ્યો જવાબ
Rahul Gandhi News: મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ અંગ્રેજો સાથે લડ્યા હતા પણ સાથે સાથે RSSએ અંગ્રેજોને ટેકો આપ્યો હતો. સાવરકર અંગ્રેજો પાસેથી સ્ટાઈપેન્ડ મેળવતા હતા.
Rahul Gandhi PC: કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના તુરુવકેરેમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસના નવા પ્રમુખ રિમોટ કંટ્રોલથી ચાલશે? આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારા બે નેતાઓ જે પાર્ટી અધ્યક્ષ માટે ઉભા છે તેઓ સંપૂર્ણ રીતે લાયક છે, તેમની પોતાની વ્યક્તિગત વિચારસરણી છે. આવી સ્થિતિમાં તેમના વિશે એવું કહેવું કે તેઓ રિમોટ કંટ્રોલથી ચાલશે, તે તેમનું અપમાન છે.
Both the people (Shashi Tharoor & Mallikarjun Kharge) who are standing (in Cong president polls) have position & perspective and are people of statute & understanding. I don't think that either of them will be a remote control: Congress MP Rahul Gandhi on party presidential polls pic.twitter.com/4sfsSxzzX4
— ANI (@ANI) October 8, 2022
કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી પાર્ટી સંવાદમાં વિશ્વાસ રાખે છે. ચૂંટણી જીતવા માટે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે, જે અમે કરી રહ્યા છીએ." એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે ભાજપને ફરી એકવાર નફરત ફેલાવનાર અને દેશના ભાગલા પાડનારી પાર્ટી ગણાવી.
I have always stood for a certain idea, that disturbs the BJP and RSS. Thousands of crores of media money and energy have been spent to shape me in a way which is untruthful and wrong. That will continue as that machine is financially rich and well-oiled: Congress MP Rahul Gandhi pic.twitter.com/eNDUeWKydL
— ANI (@ANI) October 8, 2022
કોંગ્રેસ પર વિભાજનના સવાલ પર રાહુલે આ જવાબ આપ્યો
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ભાગલા માટે જવાબદાર પાર્ટી ભારત જોડો યાત્રા કેમ કરી રહી છે? આના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે જે લોકો કોંગ્રેસમાં હતા તેઓ ભારતની આઝાદી માટે અંગ્રેજો સાથે લડ્યા હતા. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ અંગ્રેજો સાથે લડ્યા હતા પણ સાથે સાથે RSSએ અંગ્રેજોને ટેકો આપ્યો હતો. સાવરકર અંગ્રેજો પાસેથી સ્ટાઈપેન્ડ મેળવતા હતા. કોંગ્રેસ એ પાર્ટી છે જેણે દેશમાં બંધારણ, હરિયાળી ક્રાંતિ લાવી. તેમણે કહ્યું કે ભાજપ દેશમાં નફરત ફેલાવી રહી છે, દેશના ભાગલા પાડી રહી છે, તેથી તેઓ પ્રવાસ કરી રહ્યા છે. રાહુલે કહ્યું, "ભારતમાં નફરત ફેલાવનાર વ્યક્તિ રાષ્ટ્ર વિરોધી છે, જે પણ આવું કરશે, અમે તેની સામે લડીશું.
Tumkur, Karnataka | In my understanding, RSS was helping the British & Savarakar was getting a stipend from the British. BJP was nowhere to be found in the freedom struggle. BJP can't hide such facts. Congress & its leaders fought for freedom: Congress MP Rahul Gandhi pic.twitter.com/QooPW5Ypot
— ANI (@ANI) October 8, 2022