રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ – ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’
રાહુલ ગાંધીએ પોતાના આ વ્ટીની સાથે એક સમાચાર પણ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંગા કિનારે 1140 કિલોમીટરમાં 2 હજારથી વધારે શબ મળ્યા છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત દરેક મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. ફરી એક વખત તેમણે ગંગામાં તરતી લાશોને લઈને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’. રાહુલ નામ લીધા વગર સીધા જ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ પોતાના આ વ્ટીની સાથે એક સમાચાર પણ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંગા કિનારે 1140 કિલોમીટરમાં 2 હજારથી વધારે શબ મળ્યા છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કાનપુરના શેરેશ્વર ઘાટ પર અડધા કિલોમીટરના વિતારમાં જ 400 લાશ દટાયેલી છે.
એક દિવસક પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કર્યું હતું, “બલિયા અને ગાજીપુરમાં ગંગામાં શબ તરતા રહ્યા છે. રિપોર્ટમાં ઉન્નામાં નદીના કિનારે મોટા પાયે શબ દટાયાના અહેવાલ સામે આવ્યા છે. લખનઉ, ગોરખપુર, ઝાંસી અને કાનપુર જવા શહેરોમાંથી સત્તાવાર આંકડો ઓછો બતાવવામાં આવી રહ્યો છે."
जो कहता था गंगा ने बुलाया है,
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2021
उसने माँ गंगा को रुलाया है। pic.twitter.com/ArGeuxVmEN
વિપક્ષ સતત હમલાવર
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગંગા નદીમાં મૃતદેહ તરતા જોવા મળ્યા છે. હાલમાં જ વારાણસીમાં ગંગા નદી અને તેની નજીક આવેલ ચંદૌલી જિલ્લામાં આંશિક રીતે બળેલા મૃતદેહ સહિત વધુ સાત શબ મળ્યા છે. એક શબ વારાણસીના સુજાબાદ વિસ્તારની પાસે અને છ ચંદૌલી જિલ્લાના ધાનાપુર વિસ્તારમાં ગુરુવારે મળ્યા. છ મૃતદેહ અને આંશિક રૂપથી બળેલા એક શબને બહાર કાઢવામાં આવ્યં અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બીજી બાજુ, ચંદૌલીના ધનાપુરમાં છ સડી ગયેલ મૃતદેહ મળી આવ્યા અને તેના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
બિહારના અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઉત્તર પ્રદેશથી 71 મૃતદેહ વહેતા રાજ્યમાં આવ્યા હતા. અધિકારીઓએ ત્યાર બાદ નદીમાં નેટ લગાવી દીધી છે. વિપક્ષે રાજ્યમાં કોવિડથી મોતના આંકડા ઓછા બતાવાવનો આરોપ લગાવતા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “ગંગામાં તરતી લાશો માત્ર આંકડા જ નથી, તે કોઈના પિતા, માતા, ભાઈ અને બહેન છે. સરકારની જવાબદારી હોવી જોઈએ જેણે પોતાના લોકોને આટલી ખરાબ રીતે નિષ્ફળ કરી દીધા છે.”