પેટ્રોલ ડિઝલના ભાવમાં થશે ઘટાડો, જાણો મોદી સરકાર કઇ રીત ઘટાડશે કિંમત
સતત વધતી જતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ ડિઝલના વધતાં જતાં ભાવના કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. પ્રેટ્રોલ ડિઝલના વધતા જતાં ભાવ વચ્ચે એક રાહતના સમાચાર છે.
સતત વધતી જતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ ડિઝલના વધતાં જતાં ભાવના કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. પ્રેટ્રોલ ડિઝલના વધતા જતાં ભાવ વચ્ચે એક રાહતના સમાચાર છે.
સતત વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર હવે મહત્વનો નિર્ણય લેવા જઇ રહી છે. કુદરતી ગેસ, એવિએશન ટર્બાઇલ ફ્યુઅલ પેટ્રોલ ડિઝલને GST હેઠળ આવરી લેવાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર પ્રેટ્રોલ પેદાશના એક દેશ એક ભાવ કરવા વિચારી રહી છે. ઉપરાંત એક જ દિવસે જીએસટી કાઉન્સિંલની બેઠક પણ યોજશે.
ઉલ્લેખનિય કે, કેરળ હાઇકોર્ટના સૂચન બાદ મંત્રીઓ આ મુદ્દે વિચારણા કરીને તેને જીએસટી હેઠળ આવરી લેવાનો પ્રસ્વાત તૈયાર કર્યો છે. જો આ પ્રસ્તાવ મંત્રીઓની બેઠકમાં સહમતિથી પસાર થશે તો જીએસટી કાઉન્સિલને મોકલવામાં આવશે. ત્યાર બાદ જીએસટી કાઉન્સિલ તેના પર વિચારણા કરશે, ઉલ્લેખનિય છે કે, જો પેટ્રોલ ડિઝલ જીએસટી હેઠળ આવશે તો તેના પર સેસ લાગૂ થશે તે નિશ્ચિત છે પરંતુ તેમ છતાં પણ હાલના ટેકસ કરતા પણ તે ઓછો હશે. રાજ્યોના વેટના દર પણ અલગ છે.
ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટીની વાત કરીએ તો 31.80 રૂપિયા પ્રતિ લીટરે 16.75 ટકા વેટ અને 41.41 બેઝ પ્રાઇસ છે. આ જ રીત પેટ્રોલમાં 32.90 રૂપિયા પ્રતિ લિટરે 30 ટકા વેટ અને 38.93 બેઝ પ્રાઇસ છે. જીએસટીના સમૂહ આ સપ્તાહ એટલે કે, 17 સપ્ટેમ્બરે પેટ્રોલિયમ પદાર્થના એક દેશ, એક ભાવ પ્રસ્તાવ પર વિચારણા કરશે. આ બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં મળવા જઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, મંત્રીઓનો સમૂહ સહમત થશે તો GST કાઉન્સિલને પ્રસ્તાવ મોકલાશે. ઉલ્લેખનિય છે કે, હાલ પેટ્રોલ પર 143% અને ડીઝલ પર 108% ટેક્સ વસૂલાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અઘ્યક્ષતામાં મંત્રીઓ સમૂહની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારબાદ તેને જીએસટી કાઉન્સિલને મોકલાશે.