Coromandel Express Accident: ઓડિશા ટ્રેન અકસ્માત બાદ વિપક્ષે માગ્યું રેલ્વે મંત્રીનું રાજીનામું, અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ
Coromandel Express Accident: શુક્રવારે (2 જૂન) સાંજે ઓડિશાના બાલાસોરમાં એક મોટી ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા હતા. આજે સવારથી શનિવાર (3 જૂન) સવાર સુધી રાહત એજન્સીઓનું બચાવ કાર્ય ચાલુ છે
Coromandel Express Accident: શુક્રવારે (2 જૂન) સાંજે ઓડિશાના બાલાસોરમાં એક મોટી ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા હતા. આજે સવારથી શનિવાર (3 જૂન) સવાર સુધી રાહત એજન્સીઓનું બચાવ કાર્ય ચાલુ છે અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયક ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Odisha train derailment: CM Naveen Patnaik reaches Balasore accident site
— ANI Digital (@ani_digital) June 3, 2023
Read @ANI Story | https://t.co/r4E89cQiZD#Odisha #OdishaTrainAccident #NaveenPatnaik pic.twitter.com/B4hzoTmHQO
ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટનાગ્રસ્ત બોગીઓનું નિરીક્ષણ કર્યું હતું, રાહત કામગીરીની સમીક્ષા કરી હતી અને બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને મળ્યા હતા, પરંતુ પ્રશ્નોથી દૂર ભાગતા પણ જોવા મળ્યા હતા.
મીડિયા સાથે વાત કરતી વખતે તે મોટાભાગના સવાલોના જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. ઘણા સવાલોના જવાબમાં તેમણે એટલું જ કહ્યું કે તેઓ જોશે, તેમના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જ્યારે તેઓ તેમના રાજીનામાના પ્રશ્ન પર મૌન રહ્યા હતા.
રેલવે મંત્રીએ રૂટ પર ટ્રેનોના સંચાલન અંગે શું કહ્યું?
આ ખૂબ મોટી ઘટના છે, અમારી પ્રાર્થના તમામ દિવંગત આત્માઓ સાથે છે, અમારા તમામ વિભાગોની ટીમો હાજર છે. દરેક જગ્યાએથી મોબિલાઇઝેશન કરવામાં આવ્યું છે, મારી પ્રાર્થના એ તમામ પરિવારો સાથે છે, જેમના પરિવારના સભ્યો નથી રહ્યા, જ્યાં જ્યાં શ્રેષ્ઠ સુવિધા હશે, ત્યાં આરોગ્યની સારવાર કરવામાં આવશે.
એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ નક્કી કરવામાં આવી છે, આ દુર્ઘટનાના મૂળ સુધી જશે, અને સમગ્ર ઘટનાને સમજવામાં આવશે. અત્યારે તમામ ધ્યાન બચાવ પર છે, જે રીતે આ ઘટના બની છે, આપણે માનવીય સંવેદનશીલતા રાખવી પડશે, પુનઃસ્થાપન કાર્ય તરત જ શરૂ થશે. રેલ્વે, NDRF, SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. હાલ અમારું ધ્યાન બચાવ કાર્ય પર છે. રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ જ રિસ્ટોરેશન કાર્ય શરૂ કરવામાં આવશે.
ઓરિસ્સાના રેલ્વે મંત્રી નવીન પટનાયક ઘટના સ્થળે પહોંચ્યા હતા
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે સ્થળ પર હાજર અધિકારીઓ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.તમિલનાડુના મંત્રીઓ ઉધયનિધિ સ્ટાલિન, શિવ શંકર અને અંબિલ મહેશ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને ઓડિશાના બાલાસોર માટે રવાના થયા છે, જ્યાં ટ્રેન અકસ્માતમાં 238 લોકોના મોત થયા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા છે.
મીડિયા સાથે વાત કરતા ઉધયનિધિએ કહ્યું કે,અમે ત્યાં વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા જઈ રહ્યા છીએ. તમિલનાડુના મુખ્યમંત્રીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તમિલનાડુમાં ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત તમિલ લોકો માટે હોસ્પિટલની સુવિધા પણ તૈયાર છે.