શોધખોળ કરો
Advertisement
દેશમાં 24 કલાકમાં 76 હજાર નવા કોરોનાના કેસ, 1021 દર્દીઓના મોત
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 35 લાખને નજીક પહોંચી ગઈ છે અને 62 હજારથી વધુ લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 35 લાખને નજીક પહોંચી ગઈ છે અને 62 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 76,472 નવા કેસ સામે આવ્યા છે અને 1,021 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખ 63 હજાર થઈ ગઈ છે. જેમાંથી 62,550 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 7 લાખ 52 હજાર છે અને 26 લાખ 48 હજાર સ્વસ્થ થયા છે. એક દિવસ પહેલા દેશમાં રેકોર્ડ 77,266 નવા કેસ નોંધાયા હતા.
મૃત્યુ દરમાં ઘટાડો
રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.81 ટકા થઈ ગયો છે. આ સિવાય એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને 22 ટકા થઈ ગયો છે. આ સાથે જ રિકવરી રેટ પણ 76 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
એક્ટિવ કેસના મામલામાં ટોપ-5 રાજ્ય
આંકડા મુજબ, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજા નંબર પર તમિલનાડુ છે, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ત્રીજો અને મોતની સંખ્યાના હિસાબથી ભારત દુનિયામા ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ બાદ કોરોના વાયરસની મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ભારત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion