શોધખોળ કરો

Corona Cases India: દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો, મૃત્યુનો આંક પણ ચિંતાજનક

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા.

નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 11મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં  સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા. બુધવારે દેશમાં  43,733 નવા કેસ નોંધાયા હતા અને 47,240 લોકો સાજા થયા હતા.

54 દિવસ બાદ અટક્યો આ ક્રમ

આજે કેસ કરતાં રિકવર થયેલા દર્દીની સંખ્યા ઘટી હતી. આ પહેલા દેશમાં સતત 54મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ હતી. 7 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 48 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખ 93 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
તારીખ કેસ  મોત
1 જુલાઈ 48,786 1005
2 જુલાઈ 46,617 853
3 જુલાઈ 44,111 738
4 જુલાઈ 43,071 955
5 જુલાઈ 39,796 723
6 જુલાઈ 34,703 553
7 જુલાઈ 43,773 930

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 9 હજાર 557
  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 98 લાખ 43 હજાર 825
  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 05 હજાર 704
  • કુલ મોત - 4 લાખ 5 હજાર 028

કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.92 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કેટલાક વિસ્તારમાં બીજી લહેર હજુ પણ મર્યાદીત સ્વરૂપે હાજર છે.  હિલ સ્ટેશનો પર ફરવા જતાં લોકો કોવિડ ગાઇડલાઇનને ફોલો નથી કરતાં. જો પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો અમે પ્રતિબંધોમાં આપેલી ઢીલ ફરીથી રદ્દ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમણે એમ પણ કહ્યું કે, દેશના 90 જિલ્લામાં  80 ટકાથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં એકટિવ કેસની સંખ્યા 5 લાખથી નીચે આવી ગઈ છે. હજુ એવા અનેક જિલ્લા છે જ્યાં સંક્રમણ દર 10 ટકા છે. અહીંયા કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. આ જિલ્લામાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂ છે. દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget