Corona in India: દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત દિવસમાં એક લાખથી વધુ નવા કેસ નોંધાતા ફફડાટ
India Corona Cases Updates: સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. મહામારી શરૂ થયા બાદ આજે પ્રથમ વખત દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના એક લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા 16 સપ્ટેમ્બર, 2020ના રોડ 97,894 કેસ સામે આવ્યા હતા. ત્યારે 1132 લોકોના મોત થયા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 25 લાખ 89 હજાર 067
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 41 હજાર 830
કુલ મોત - એક લાખ 65 હજાર 101
કુલ રસીકરણ - 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.
સાત કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા છે.
રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.
Coronavirus: કોરોનાનો નવો મ્યૂટન્ટ છે ખૂબ જ ઘાતકી, માત્ર 3 દિવસમાં........
Self Lockdown: રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટતાં આ ગામડાં-શહેરોમાં છે સ્વયંભૂ લોકડાઉન, જાણો વિગત
આજનું રાશિફળઃ આજે બની રહ્યો છે શિવયોગ, જાણો કેવું આપશે આજના દિવસે તમને ફળ