Surat Coronavirus Cases: રાજ્યના આ શહેરમાં કોરોનાએ તાંડવ કરતાં હોટલોને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવી, જાણો વિગતે
Surat Coronavirus Cases Update: સુરતમાં કોરોનાનાવધતા પ્રકોપને લઈ મનપા કમિશનર દ્વારા હોટલને કોવિડ સેન્ટરમાં ફેરવવા આદેશ કર્યો છે. શહેરમાં 9 જેટલી હોટલને કોવિડ સેન્ટરમાં ફેરવામાં આવી આવી છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાનું (Gujarat Corona Cases) સંક્રમણ દિવસને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. તેમાં પણ રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતની હાલત અત્યંત ખરાબ છે. સુરતમાં કોરોનાના (Surat Coronavirus Cases) વધતા પ્રકોપને લઈ મનપા કમિશનર દ્વારા હોટલને (Hotels) કોવિડ સેન્ટર (Covid Center) માં ફેરવવા આદેશ કર્યો છે. શહેરમાં 9 જેટલી હોટલને કોવિડ સેન્ટરમાં ફેરવામાં આવી આવી છે.
કઈ કઈ હોટલોને કોવિડ સેન્ટર બનાવાઈ
બહાર ગામથી આવતા અને કોરોના પોઝિટિવ આવતાં લોકો ક્વોરન્ટાઈન (Quarantine) કરવા માટે વ્યવસ્થા કરાઈ છે. હોટલોમાં કોવિડ સેન્ટર થકી કોરોના પોઝિટિવ વ્યક્તિની સારવાર કરવામાં આવશે. સુરતની ગોલ્ડન સ્ટાર, જીંજર, ગોકુલ સોલિટેર, વિજયા લક્ષ્મી હોલ, ક્રિષ્ના હોટલ, એકવા કોરિડોર, લા વિક્ટોરિયા, આકાશ, સેલિબ્રેશન હોટલોને હોસ્પિટલ એટલે કે કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવી છે.
સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ
રવિવારે સુરતમાં કોરોનાના નવા 724 કેસ સામે આવ્યા હતા. જે પૈકી 179 કેસ જિલ્લામાં સામે આવ્યા હતા. રવિવારે 8ના મોતથી કુલ મૃત્યુ આંક 1196 પર પહોંચી ગઈ છે. રવિવારે 687 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. કુલ 62919 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. હાલ કુલ 3750 એક્ટિવ કેસ છે. સિવિલ હોસ્પિટલમાં 318 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.જયારે 99 લોકો બાયપેપ પર અને 18 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 160 લોકો ઓક્સિજન પર, 41 લોકો બાયપેપ પર અને 14 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
31 માર્ચ |
2360 |
9 |
30 માર્ચ |
2220 |
10 |
29 માર્ચ |
2252 |
8 |
28 માર્ચ |
2270 |
8 |
27 માર્ચ |
2276 |
5 |
કુલ કેસ અને મોત |
22,118 |
87 |
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2024 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.