શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં કોરોનાના કેસોમાં આવ્યો અત્યાર સુધીનો સૌથી ઉછાળો, 16 હજારને પાર પહોંચ્યો આંકડો
હેલ્થ બૂલેટિનના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 231 દર્દીઓ ઠીક થયા છે, અત્યાર સુધી ઠીક થવાવાળા દર્દીઓની કુલ સંખ્યા 7,495 છે. દિલ્હી ડેથ ઓડિટ કમિટીની રિપોર્ટના આધારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતના 13 કેસો રિપોર્ટ થયા છે. કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધી કુલ મોતનો આંકડો 316 થઇ ગયા છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 8,470 છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના પૉઝિટીવ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મે મહિનામાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. 28 મેએ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બૂલેટિન અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1024 કોરોના પૉઝિટીવ કેસો સામે આવ્યા છે, જે દિલ્હીમાં અત્યાર સુધીના પૉઝિટીવ કેસોના 1 દિવસમાં સામે આવેલા સૌથી મોટી સંખ્યા છે. આ સાથે હવે દિલ્હીમાં કોરોનાની કુલ કેસોની સંખ્યા વધીને 16,281 થઇ ગઇ છે.
હેલ્થ બૂલેટિનના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 231 દર્દીઓ ઠીક થયા છે, અત્યાર સુધી ઠીક થવાવાળા દર્દીઓની કુલ સંખ્યા 7,495 છે. દિલ્હી ડેથ ઓડિટ કમિટીની રિપોર્ટના આધારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતના 13 કેસો રિપોર્ટ થયા છે. કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધી કુલ મોતનો આંકડો 316 થઇ ગયા છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 8,470 છે.
જો 21 મેથી 28 મે સુધીના આંકડાઓની વાત કરીએ તો માત્ર 8 દિવસોમાં 5 હજારથી વધુ કેસો કોરોનાના દિલ્હીમાં સામે આવી ચૂક્યા છે. 21 મેથી 28 મેની વચ્ચે કોરોનાના પૉઝિટીવ કેસોનો આંકડો આ પ્રમાણે છે.
21 મે- 571 કેસ
22 મે- 660 કેસ
23 મે- 591 કેસ
24 મે- 508 કેસ
25 મે- 635 કેસ
26 મે- 412 કેસ
27 મે- 792 કેસ
28 મે- 1024 કેસ
આંકડા પ્રમાણે માત્ર 8 દિવસમાં કુલ 5,193 કેસો કોરોનાના સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ પણ છે કે કોરોનાથી સાજા થનારાનો દર લગભગ 46 ટકા છે. સાથે અત્યાર સુધી કુલ 1,91,977 લોકોના ટેસ્ટ દિલ્હીમાં કરાવવામાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion