શોધખોળ કરો
Advertisement
Corona Update: છેલ્લા 24 કલાકમાં 18 રાજ્યોમાં એક પણ મોત નહીં, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં કોરોનાથી મૃત્યુ દર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 12,143 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 103 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગયા દિવસે, 11,395 લોકો પણ કોરોનાથી સાજા થયા છે. દેશમાં પણ રસીકરણ ચાલુ છે અને અત્યાર સુધીમાં 79 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 4.62 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,143 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,08,92,746 પર પહોંચી છે. જ્યારે 103 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,550 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 1,06,00,625 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,36,571 છે. જ્યારે કુલ 79,67,647 લોકોને રસી અપાઈ છે.
દેશના 18 રાજ્યોમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ રાજ્યોમાં અંદામાન નિકોબાર, આંધ્રપ્રદેશ, આસામ, દાદરા નગર હવેલી અને દિવ દમણ, ગોવા, ઝારખંડ, લદ્દાખ, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, મિઝોરમ, ઓડિશા, પુડ્ડુચેરી, ત્રિપુરા, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.
દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાથી મૃત્યુ દર 1.43 ટકા છે જ્યારે રિકવરી દર 97.32 ટકા છે. એક્ટિવ કેસ 1.25 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement