શોધખોળ કરો
દિલ્હીના હૉટ સ્પોટઃ જાણો કયા વિસ્તારો છે પૂરી રીતે સીલ, જુઓ લિસ્ટ
દિલ્હીમાં ઘરથી બહાર નીકળવા પર માસ્કર પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ ભારતમાં પણ ધીમે ધીમે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5700ને પાર કરી ગઈ છે, જ્યારે 166 લોકોના મોત થયા છે. ઉપરાંત 473 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાના 650થી વધારે મામલા સામે આવી ચુક્યા છે. દિલ્હીમાં સંક્રમણને રોકવા માટે 20 હોટસ્પોટને સીલ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. ઉપરાંત દિલ્હીમાં ઘરથી બહાર નીકળવા પર માસ્કર પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જેને લઈ દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યુ, ચેહરા પર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દિલ્હીના આ છે હૉટ સ્પોટ 1) માલવીય નગરમાં ગાંધી પાર્ક નજીક પૂરી રીતે પ્રભાવિત ગલી સીલ 2) સંગમ વિહાર એલ-1માં ગલી નંબર છ 3) શાહજહાંબાદ સોસાયટીમાં પ્લોટ નંબર-1, સેક્ટર-11, દ્વારકા 4) દીનપુર ગાંવ 5) મરકઝ મસ્જિદ અને નિઝામુદ્દીન બસ્તી 6) નિઝામુદ્દીન વેસ્ટ (જી અને ડી બ્લોક) એરિયા 7) બી બ્લોક જહાંગીરપુરી 8) હાઉસ નંબર 141થી હાઉસ નંબર 180, ગલી નંબર 14, કલ્યાણપુરી, દિલ્હી 9) મનસારા એપાર્ટમેન્ટ, વસુંધરા એન્કલેવ, દિલ્હી 10) ખિચડીપુરની ત્રણ ગલી, હાઉસ નંબર 5/387 11) ગલી નંબર 9, પાંડવ નગર, દિલ્હી 12) વર્ધમાન એપાર્ટમેન્ટ્સ, મયૂર વિહાર, ફેઝ-1, એક્સટેન્શન 13) મયૂરધ્વજ એપાર્ટમેન્ટ, આઈપી એક્સટેન્શન, પટપડગંજ, દિલ્હી 14) ગલી નંબર ચાર, હાઉસ નંબર J-3/115 (નાગર ડેરી) J-3/108 (અનવર અલી મસ્જિદ ચોક), કિશન કુંજ એક્સટેન્શન 15) ગલી નંબર ચાર, હાઉસ નંબર J-3/101થી J-3/107 કૃષ્ણ કુંજ એક્સટેન્શન 16) ગલી નંબર પાંચ, એ બ્લોક (હાઉસ નંબર એ-176થી એ-189), વેસ્ટ વિનોદ નગર, દિલ્હી 17) જે એન્ડ કે, એ એન્ડ એચ પોકેટ, દિલશાન ગાર્ડન 18) એફ-70 થી 90 બ્લોક, દિલશાદ કોલોની 19) પ્રતાપ ખંડ, ઝિલમિલ કોલોની 20) જી, એચ. જે બ્લોક્સ સીલમપુરી
વધુ વાંચો





















