શોધખોળ કરો

Full Updates: દેશમાં કોરોના દર્દીની સંખ્યા 2014 થઈ, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં 41ના મોત

કોરોના પર ચર્ચા માટે પીએમ મોદી આજે સવારે 11 કલાકે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કન્ફરન્સિંગ દ્વારા વાત કરશે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 2014 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત વાયરસને કારણે થયા છે જ્યારે 132 લોકો રિકવર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યા અને ત્રણ લોકોના મોતથયા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલ તબલીઘી જમાનને કારણે કેસમાં વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 325, કેરળમાં 265, તમિલનાડુમાં 234, દિલ્હીમાં 123, યૂપીમાં 116, રાજસ્થાનમાં 108, કર્ણાટકમાં 105 કેસ સામે આવ્યા છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખને પાર પહોંચી ગઈ છે. તમિલનાડુમાં તબલીઘી જમાતમાંથી પરત આવેલ 110 લોકો સંક્રમિત દિલ્હીમાં તબલીઘી જમાનમાં સામેલ થયા બાદ તમિલનાડુ પરત ફરેલ 110 લોકોને કોરોના વાયરસને ચેપ લાગ્યો છે જેના કારણે રાજ્યમાં સંક્રમણના કેસની સંખ્યા વધીને 234 થઈ ગઈ છે. તમિલનાડુમાં આવા 515 લોકોની ઓળખ થઈ છે જે આ આયોજનમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું કે, રાજ્યમાં અંદાજે 1500 લોકો કાર્યક્રમમાં સામેલ થયા હતા જેમાંથી 1131 લોકો રાજ્ય પરત ફર્યા છે. એક સપ્તાહમાં મોતનો આંકડો બેગણો થયો, ડબલ્યૂએચઓ ચિંતિત ડબલ્યૂએચઓએ બુધવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીનાં વૈશ્વિક સ્તરે ફેલાવો અને હાલમાં જ ઝડપથી વધી રહેલ કેસની સંખ્યા પર તે ચિંતિત છે. ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડરોસ એડહાનોમ ઘેબ્રેયાસસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘વિતેલા સપ્તાહે મૃતકોની સંખ્યા બેગણીથી વધારે થઈ ગઈ છે. આગામી થોડા દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખ અને મૃતકોની સંખ્યા 50,000 થઈ શકે છે.’ સવારે 11 કલાકે તમામ રાજ્યોના સીએમ સાથે વાત કરશે પીએમ મોદી કોરોના પર ચર્ચા માટે પીએમ મોદી આજે સવારે 11 કલાકે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કન્ફરન્સિંગ દ્વારા વાત કરશે. આ બીજી વખત હશે જ્યારે પીએમ કોરોના વાયરસ પર તમામ મુખ્યમંત્રીઓ સાથે સીધી વાતચીત કરશે. આ પહેલા દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કર્યા બાદ પીએમ મોદીએ દરેક રાજ્યના સીએમ સાથે ચર્ચા કરી હતી અને કોરોનાનો સામો કરવા માટેની તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી. કોરોના સંકટ પર આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક કોંગ્રેસ દેશમાં કોરોના વાયરસના સંકટને કારણે ઉભી થયેલ સ્થિતિ પર વિચાર કરવા માટે આજે કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબલ્યૂસી)ની બેઠક બોલાવી છે. બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી થશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાયરસના સંકટના મામલે સમન્વય  કરવા માટે કેન્દ્રીય નિયંત્રણ કક્ષ બનાવવામાં આવ્યો છે. આ નિયંત્રણ કક્ષ વેણુગોપાલની નજર હેઠળ કામ કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Embed widget