શોધખોળ કરો
Advertisement
મોહાલીના એક ગામમાં 32 લોકો પોઝિટિવ મળતાં ચકચાર, ગામના આ પ્રતિષ્ઠિત વ્યક્તિને લાગ્યો હતો પ્રથમ ચેપ
આ દરમિયાન મોહાલીના જવાહરપુર ગામમાં 32 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ ગામમાં હાહાકાર મચી ગયો છે.
મોહાલીઃ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7447 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસે 239 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 642 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.
આ દરમિયાન મોહાલીના જવાહરપુર ગામમાં 32 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ ગામમાં હાહાકાર મચી ગયો છે. ગામના સરપંચને સૌથી પહેલા સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું છે. જે બાદ તે અન્ય લોકોમાં ફેલાયું હતું. તંત્રને આ વાતની જાણ થતાં જ સમગ્ર ગામને સીલ કરી સેનિટાઇઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા મુજબ, 2500 લોકોની વસતિ ધરાવતા જવાહરપુરમાં સતત લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેમને આઇસોલેટ પણ કરવામાં આવી રહ્યા છે. સંક્રમિતોમાં એક છ મહિનાનું બાળક પણ છે. આ ગામ હાલ કોરોનાનું હોટ સ્પોટ બની ચુક્યું છે. વાયરસ ફેલાતો અટકે તે માટે ગામને સીલ કરી દેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion