Covid 19 3rd Wave: ભારત માટે ચિંતાજક સમાચાર, રોજના આવી શકે છે 10 લાખ કોરોના કેસ
નવા સ્ટડી મુજબ, માર્ચની શરૂઆતથી ધીમે ધીમે કોરોના કેસ ઘટવા લાગશે. ગણિતીય મોડલના આધારે આ ગણના કરવામાં આવી છે
Coronavirus: ભારતમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્રીજી લહેરમાં દૈનિક કેસ 1.50 લાખને પાર થઈ ગયા છે. એક નવા સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર પીક પર આવી શકે છે. Indian Institute of Science and Indian Statistical Institute (IISc-ISI) દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.
નવા સ્ટડી મુજબ, માર્ચની શરૂઆતથી ધીમે ધીમે કોરોના કેસ ઘટવા લાગશે. નવા સ્ટડીમાં ગણિતીય મોડલના આધારે આ ગણના કરવામાં આવી છે. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહમાં સૌથી વધારે હશે અને બાદમાં માર્ચની શરૂઆતથી ઘટવા લાગશે. આ ગણિતીય મોડલમાં પૂર્વ સંક્રમણ, વેક્સિનેશન અને નબળી ઈમ્યુનિટીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. શોધકર્તાએ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના મામલામાં ગ્રાફ આધારે ભારતમાં કોરોનાની ત્રીજી પીકનો અંદાજ લગાવ્યો છે.
સ્ટડી મુજબ વાયરસનો સરળતાથી શિકાર બનનારા લોકોની સંખ્યા એટલે કે બીમાર, વૃદ્ધ કે નબળી ઈમ્યુનિટીવાળા લોકોને લઈ અલગ અલગ અંદાજના આધારે રોજના 3 લાખ, 6 લાખ કે 10 લાખ સુધી મામલા સામે આવી શકે છે. શોધકર્તાના કહેવા મુજબ જો માની લેવામાં આવે કે 30 ટકા વસતિ કોવિડ સામે વધારે નબળી છે તે સરળતાથી શિકાર બની શકે છે. આ સ્થિતિમાં કોરોનાની બીજી લહેર દરમાયન આવેલા મામલાની તુલનામાં આ આંકડો ઓછો હશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે.
- એક્ટિવ કેસઃ 5,90,611
- કુલ ડિસ્ચાર્જઃ 3,44,53,603
- કુલ મૃત્યુઆંકઃ4,83,790
- કુલ રસીકરણઃ 151,57,60,645