શોધખોળ કરો
Advertisement
Coronavirus: 75 લાખ કોરોના ટેસ્ટ કરનાર પ્રથમ રાજ્ય બન્યું ઉત્તરપ્રદેશ, એક કરોડ ટેસ્ટિનું લક્ષ્ય
ઉત્તરપ્રદેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 68122 છે. જ્યારે અત્યાર સુધીમાં 2,39,485 લોકો સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમિત લોકોમાં 4429 લોકોના મોત થયા છે.
લખનઉ: ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહામારી પર લગામ કસવા માટે અધિકારીઓને સતત ટેસ્ટિંગ વધારવાના નિર્દેષ આવી રહ્યાં છે. તેની વચ્ચે યૂપી 75 લાખ ટેસ્ટ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. પ્રદેશના અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ રવિવારે જાણકારી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીના નિર્દેશ છે ટેસ્ટિંગની સંખ્યા એક કરોડ સુધી લઈ જવામાં આવે.
તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બર પહેલા ઉત્તર પ્રદેશ એક કરોડ ટેસ્ટ કરનાર પ્રથમ રાજ્ય હશે. હવે પ્રતિદિન 2 લાખ ટેસ્ટ કરવાની તૈયારી છે. છેલ્લા ત્રણ દિવસથી યુપીમાં દરરોજ 700 થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 6239 નવા કેસ આવવ્યા છે.
રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 68122 છે. જ્યારે અત્યાર સુધીમાં 2,39,485 લોકો સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમિત લોકોમાં 4429 લોકોના મોત થયા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે આ જાણકારી આપી હતી.
ICMRના રિપોર્ટ અનુસાર, દેશમાં 12 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 62 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 47 લાખ 54 હજાર થઈ ગઈ છે. તેમાંથી 78,586 લોકો મોત થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion