શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસથી મુક્ત થયા બાદ 78 ટકા દર્દીમાં જોવા મળી આ ગંભીર સમસ્યા, જાણો વિગતે
નવા રિસર્ચમાં ખબર પડી કે, કોવિડ-19ના લોંગ ટર્મ રિઝલ્ટ્સ વધારે ખતકનાક હોઈ શકે છે. જેમાં રોગીઓને ગંભીર હાર્ટ પ્રોબ્લેમ્સ અને 80 ટકા મામલામાં ડેમેજની વાત સામે આવી છે.
નવી દિલ્હીઃ કોવિડે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના 200થી વધારે દેશો તેની ઝપેટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં 1 કરોડ 71 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. હાઈ રિસ્ક કેટેગરી કે પહેલાથી બીમાર લોકો માટે સૌથી ઘાતક માનવામાં આવે છે. આ વાયરસ શરીરની રેસ્પાયરેટરી ઈન્ફેક્શનના રૂમાં અટેક કરવાનું શરૂ કરે છે. જે નર્વસ સિસ્ટમ પર હુમલો કરી શકે છે. ઉપરાંત ડાઇજેસ્ટિવ સિસ્ટમ અને બ્રેઇનને પણ નુકસાન કરી શકે છે.
નવા રિસર્ચમાં ખબર પડી કે, કોવિડ-19ના લોંગ ટર્મ રિઝલ્ટ્સ વધારે ખતકનાક હોઈ શકે છે. જેમાં રોગીઓને ગંભીર હાર્ટ પ્રોબ્લેમ્સ અને 80 ટકા મામલામાં ડેમેજની વાત સામે આવી છે. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશને સેમ્પલ સ્ટીડ માટે એપ્રિલ-જૂન વચ્ચે ફ્રેંકફર્ટ, જર્મનીના 100 કોવિડ દર્દીઓના એમઆરઆઈ રિઝલ્ટ્સની તપાસ કરી હતી. આ દર્દીઓને 40-50ની ઉંમર વચ્ચે સ્વસ્થ માનવામાં આવ્યા હતા અને ઈન્ફેક્શનમાંથી સફળતાપૂર્વક રિકવરી કરી હતી.
આ 100માંથી 67 દર્દીમાં મધ્યમ લક્ષણ હતા અને ઘરમાં રિકવર તયા હતા જ્યારે બાકીની 23ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિસર્ચર્સે હાર્ટ પર કોવિડ-19ના પ્રભાવના અધ્યયન કરવા માટે એમઆરઆઈ, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટિશ્યૂ બાયોપ્સી સહિત અનેક પ્રકારના ટૂલ્સને ઉપયોગ કર્યો. ઓબ્ઝર્વેશનની તુલના 50 સ્વસ્થ સ્વયંસેવકોના ગ્રુપ અને 57 રિસ્કવાળા લોકો સાથે કરી હતી.
જેમાં રિકવર થયેલા 100માંથી 78 દર્દીમાં હાર્ટ ડેમેજ અને સોજા જેવા લક્ષણ મળી આવ્યા હતા. રિસર્ચર ક્લાઇડ ડબલ્યૂ મુડબ આટલી મોટી સંખ્યામાં લોકોને હૃદય સંબંધીત તકલીફ સામે આવવી તે બતાવે છે કે સંક્રમણના લાંબાગાળાના પરિણામ અંગે હજુ આપણે નથી જાણતા. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું કે સંક્રમણની ગંભીરતા, ડાયગ્નોસ કે ટાઈમ ટેકન ટૂ રિકવરી (ટીટીઆર)ના તમામ લોકોએ કઈંક પ્રકારના હાર્ટ કોમ્પલીકેશન્સનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement