શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: RPFના 9 જવાન કોરોના પોઝિટિવ, કુલ 28 જવાનનો થયો હતો ટેસ્ટ
4 જવાનનો ટેસ્ટ રિપોર્ટ બાકી છે. આરપીએફના 28 જવાન ખાસ ટ્રેનથી 19 માર્ચના ખડકપુરથી નિકળી 20 માર્ચે આનંદ વિહાર પહોંચ્યા હતા.
નવી દિલ્હી: રેલવે પ્રોટેક્શન ફોર્સની 28 જવાનોની એક ટુકડીને અમ્યુનિશન લેવા ખડકપુરથી દિલ્હી આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે 23 દિવસ બાદ પરત ફરતા તેમાંથી 9 જવાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે 4 જવાનનો ટેસ્ટ રિપોર્ટ બાકી છે. આરપીએફના 28 જવાન ખાસ ટ્રેનથી 19 માર્ચના ખડકપુરથી નિકળી 20 માર્ચે આનંદ વિહાર પહોંચ્યા હતા.
સાઉથ ઈસ્ટર્ રેલવે માટે અમ્યુનિશન લેવા દિલ્હી આવેલી આ ટુકડી 13 એપ્રિલના પાર્શલ સ્પેશ્યલ ટ્રેન 00326થી નવી દિલ્હીથી હાવડા માટે રવાના થયા. હવાડા પહોંચ્યા બાદ આ ટુકડી આરપીએફની એક બસથી 14 એપ્રિલે બપોરે 1.30 વાગ્યે ખડકપુર પહોંચ્યા હતા. જેમાં કેટલાક જવાનો રસ્તામાં નોકરી સ્થળ પર ઉતરી ગયા હતા. રેલવે મુજબ આ જવાનોને પોત-પોતાના નોકરી સ્થળ પર જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
ખડકપુર પહોંચેલી આ ટુકડીનો એક જવાન બીજી પાર્સલ ટ્રેનથી 14 એપ્રિલની રાત્રે બાલાસોર પહોંચ્યો હતો. બીજા દિવસે આ જવાનને તાવ આવ્યો હતો. 16 તારીખે કોવિડ 19 ટેસ્ટ થયો. 20 એપ્રિલે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ ટુકડીના એક જવાનનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીથી પરત આવેલા તમામ જવાનનો ટેસ્ટ થયો હતો. જેમાં 8 અન્ય જવાન પણ કોવિડ 19 પોઝિટિવ નિકળ્યા હતા. કુલ 24 જવાનનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે. અન્ય 4 જવાનનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે.
આરપીએફનું કહેવું છે કે ખડકપુર પહોંચ્યા બાદ જવાનોને પોત-પોતાના નોકરી સ્થળ પર જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને રાસ્તામાં પબ્લિકના સંપર્કમાં નથી આવ્યા. આ વાતની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે કે આરપીએફ ટુકડી કોરોના સંક્રમિત કઈ રીતે થઈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion