શોધખોળ કરો

કોરોના થાય પછી 60 હજાર રૂપિયાની આ દવા લેવાથી હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે, ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ દવા લઈને થયેલા સાજા

અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો ત્યારે તેમને પણ આ દવા આપવામાં આવી હતી. આ દવાથી તેઓ સાજા થઈ ગયા હતા

નવી દિલ્લીઃ  દેશમાં કોરોનાની બીજી લહેરના (Coronavirus Second Wave) વળતાં પાણી શરૂ થયા છે અને દૈનિક કેસમાં પણ ઘટોડા થવા લાગ્યો છે. જોકે આ દરમિયાન સ્વિત્ઝરલેન્ડની ડ્રગ કંપની રોશે અને સિપ્લાએ સોમવારે 'એન્ટીબોડી કોકટેલ' (Antibody Cocktail) દવા લોન્ચ કરી હતી. મેદાંતા હોસ્પિટલના ફાઉન્ડર ડૉક્ટર નરેશ ત્રેહાનના કહેવા પ્રમાણે 'એન્ટીબોડી કોકટેલ' દવાથી 70 ટકા સુધી હોસ્પિટલાઈઝેશન બચી જાય છે. મતલબ કે આ દવા લેનારા 70 ટકા લોકોએ હોસ્પિટલ નથી જવું પડતું. ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે અમુક કેસમાં બાળકોને પણ આ દવા આપી શકાય છે.

અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) કોરોના થયો ત્યારે તેમને પણ આ દવા આપવામાં આવી હતી. આ દવાથી તેઓ સાજા થઈ ગયા હતા. સિપ્લા ભારતમાં 'એન્ટીબોડી કોકટેલ'ના વિતરણનું કામ કરશે અને હાલ તે દેશમાં અમુક પસંદગીના સ્થળોએ જ ઉપલબ્ધ રહેશે. જેમ કે મેદાંતા હોસ્પિટલ ખાતેથી તે મળી રહેશે. 

કેવી રીતે બને છે આ દવા

'એન્ટીબોડી કોકટેલ'  કાસિરિવિમાબ (Casirivimab) અને ઈમ્દેવીમાબ (Imdevimab) એમ 2 દવાઓનું મિશ્રણ છે. આ દવાઓના 600-600  MG ભેગા કરવાથી 'એન્ટીબોડી કોકટેલ' દવા તૈયાર થાય છે. આ દવા હકીકતે વાયરસને માનવીય કોશિકાઓમાં જતા અટકાવે છે. જેથી વાયરસને ન્યૂટ્રિશન નથી મળતું. આ રીતે આ દવા વાયરસને રેપ્લિકેટ કરતા અટકાવે છે. 

સિંગલ ડોઝની કેટલી છે કિંમત

ડૉ. ત્રેહાનના કહેવા પ્રમાણે આ દવા 70 ટકા જેટલી પ્રભાવશાળી છે. મતલબ કે જે લોકોને હોસ્પિટલ લઈ જવાની જરૂર લાગે તેમને આ દવા આપવામાં આવે તો હોસ્પિટલ લઈ જવાની જરૂર નહીં રહે. આ દવા મૃત્યુદરને પણ 80 ટકા સુધી ઘટાડી શકે છે. 'એન્ટીબોડી કોકટેલ'ના એક સિંગલ ડોઝની કિંમત તમામ ટેક્સ ઉમેરીને 59,750 રૂપિયા થાય છે.  

બાળકોને પણ આપી શકાશે દવા ?

કોરોના પોઝિટિવ આવ્યાના 48થી 72 કલાકની અંદર આ દવા લઈ શકાશે. તેને લેતા 20-30 મિનિટનો સમય લાગી શકે છે અને ત્યાર બાદ દર્દીને 1 કલાક સુધી મોનિટરિંગમાં રાખવામાં આવે છે. આ દવા બાળકોને પણ આપી શકાય પરંતુ તેમનું વજન લઘુત્તમ 40 કિગ્રા હોવું જોઈએ. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.   

  • કુલ કેસ-  બે કરોડ 69 લાખ 48 હજાર 874
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
  • કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
  • કુલ મોત - 3 લાખ 07 હજાર 231

19 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget