શોધખોળ કરો
Advertisement
તાળી વગાડવાથી કોરોના વાયરસ સામે લડી શકાશે નહી, આર્થિક પેકેજની જાહેરાત કરે સરકારઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે, કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને તાળી વગાડવાથી મદદ નહી મળે. સરકારે આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઇએ.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવામાં મદદ કરનારા લોકોના સન્માનમાં રવિવારે સાંજે પાંચ વાગ્યે પોતપોતાના ઘરમાં તાળી વગાડવાના વડાપ્રધાન મોદીની અપીલ પર રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો. શનિવારે ટ્વિટ કરી રાહુલ ગાંધીએ કહ્યુ કે, કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને તાળી વગાડવાથી મદદ નહી મળે. સરકારે આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઇએ. વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ રવિવારે જનતા કર્ફયૂ દરમિયાન સાંજે પાંચ વાગ્યે ઘરમાં તાળી કે થાળી વગાડીનને કોરોના સામે લડવામાં મદદ કરનારા લોકોનું સન્માન કરવાની અપીલ કરી છે.
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વિટમાં જણાવ્યુ કે, કોરોના વાયરસ આપણી નબળી અર્થવ્યવસ્થા પર એક મોટો પ્રહાર છે. નાના-મધ્યમ વ્યાપારીઓ અને દિહાડી મજૂરો સૌથી વધુ પ્રભાવિત થયા છે. તાળી વગાડવાથી તેમને મદદ નહી મળે. આજે રોકડ મદદ, ટેક્સ બ્રેક, અને લોન જેવા એક મોટા આર્થિક પેકેજની જરૂર છે.
કોગ્રેસના નેતા અને સાંસદ શશિ થરૂરે પણ ભારતમાં કોરોનાની યોગ્ય તપાસ નહી થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વિટ કરી જણાવ્યુ કે, ભારત દરરોજ 10 હજાર ટેસ્ટ કરવાની વર્તમાન ક્ષમતાનો ફક્ત 10 ટકા ઉપયોગ કરી રહ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion