(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત જિલ્લાઓમાં ઘટી રહ્યું છે સંક્રમણ ? જાણો ગુજરાતના કયા બે જિલ્લા છે
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 187 જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના અમદાવાદ અને સુરત પણ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં સતત બીજા દિવેસ 4100થી વધુ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 187 જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના અમદાવાદ અને સુરત પણ છે. અમદાવાદમાં 21-27 એપ્રિલ દરમિયાન 38509, 28 એપ્રિલ થી 4 મે સુધી 35,777 અને 5 થી 11 મે સુધીમાં 24,813 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 21-27 એપ્રિલ દરમિયાન 16,563, 28 એપ્રિલ થી 4 મે સુધી 13,620 અને 5 થી 11 મે સુધીમાં 8,524 કેસ નોંધાયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 37 લાખ 03 હજાર 665
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
- કુલ મોત - 2 લાખ 58 હજાર 317
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
આ પણ વાંચોઃ ભારતે કોરોના પર કાબુ મેળવી લીધો હોવાની ખોટી ધારણા બાંધીને લોકડાઉન વહેલું ખોલી નાંખ્યું ને.......
મ્યુકરમાઈકોસિસથી બચવા માટે કઈ રસી છે અસરકારક ? આ રસી લીધી હોય તેમને નથી થતો મ્યુકરમાઈકોસિસ
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.