Coronavirus: UPના કયા ટોચના નેતાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 18,021 નવા કેસ અને 85 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 95,980 છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસમાં પણ કેટલાક કર્મચારીઓ સંક્રમિત થયા હોવાથી તેઓ પણ આઈસોલેટ થઈ ગયા છેય
લખનઉઃ દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ (Coronavirus) બની ગયું છે. અત્યાર સુધીમાં અનેક નેતાઓ તેની ઝપેટમાં આવી ચુક્યા છે, જે પૈકી અમુક લોકોના જીવ પણ ગયા છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ટ્વીટ કરીને જાણકારી આપી છે.
અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઈસોલેટ થઈ ગયો છું અને ઘરે જ સારવાર શરૂ કરી દીધી છે. છેલ્લા થોડા દિવસોથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવવાનો આગ્રગ કરું છું. આ તમામ લોકોને થોડા દિવસો આઈસોલેશનમાં રહેવાની વિનંતી છે.
ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 18,021 નવા કેસ અને 85 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 95,980 છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસમાં પણ કેટલાક કર્મચારીઓ સંક્રમિત થયા હોવાથી તેઓ પણ આઈસોલેટ થઈ ગયા છેય
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 38 લાખ 73 હજાર 825
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036
કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704
કુલ મોત - 1 લાખ 72 હજાર 085
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ
13 એપ્રિલઃ 1,61, 736
12 એપ્રિલઃ 1,68,912
11 એપ્રિલઃ 1,52, 879
10 એપ્રિલઃ 1,45,384
9 એપ્રિલઃ 1,31,968
8 એપ્રિલઃ 1,26,789
7 એપ્રિલઃ 1,15,736
6 એપ્રિલઃ 96,982
5 એપ્રિલઃ 1,03,558