શોધખોળ કરો
Coronavirus: દેશમાં 75 જિલ્લા લોકડાઉન, સંક્રમિત દર્દીઓની સંખ્યા 341
વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 341 પર પહોંચી છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેંદ્ર અને રાજ્ય સરકારો કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પગલાં ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકારે 31 માર્ચ સુધીમાં દેશભરની મેટ્રો અને પેસેન્જર ટ્રાંસપોર્ટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ દેશભરના 75 જિલ્લાઓમાં લોકડાઉન કરવામાં આવ્યા છે.
આ નિર્ણય એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ અને વડાપ્રધાનના મુખ્ય સચિવ હાજર રહ્યા હતા. વિવિધ રાજ્ય સરકાર આ સંદર્ભે આદેશો જારી કરશે. જો કે લોકડાઉન દરમ્યાન, હોસ્પિટલો, દવાઓની દુકાન જેવી ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. રાજ્ય સરકારો પણ તેમના રાજ્યના લોકડાઉન જિલ્લાની યાદીમાં ઉમેરો પણ કરી શકે છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ખતરનાક વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 341 પર પહોંચી છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જાય છે. અત્યાર સુધીમાં અહીં 64 દર્દીઓમાં કોરોના સંક્રમણની ખાતરી થઈ ચૂકી છે. જેમનો રાજ્યની અલગ અલગ હોસ્પિટલ્સમાં ઈલાજ ચાલી રહ્યો છે. રાજ્યની તમામ શાળા, કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દુનિયા
Advertisement