શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાનો વધ્યો કહેર, એક જ દિવસમાં 9996 કેસ, 357નાં મોત, જાણો વિગત
આંકડા અનુસાર, દેશમાં હાલમાં 1,37,000 કોરોના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વાયરસથી 357 લોકોના મોત થયા છે. આ પ્રથમ વખત છે જ્યારે એક જ દિવસમાં મોતનો આંકડો 350ને પાર થયો હોય. જ્યારે 24 કલાકમાં રેકોર્ડ 9996 નવા કેસ પણ સામે આવ્યા છે.
ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 2,86,579 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમાંથી 8102 લોકોના મોત થયા છે જ્યારે 1,41,000 લોકો સાજા થઈને ઘરે ગયા છે.
વિશ્વમાં છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ
અમેરિકા, બ્રાઝીલ, રશિયા, સ્પેન, બ્રિટેન બાદ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ભારત છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે. જ્યારે ભારતમાં કેસની ગતિ વિશ્વના ત્રીજા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક જ દિવસમાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે.
એક્ટિવ કેસના મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર, દેશમાં હાલમાં 1,37,000 કોરોના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 46,000થી વધારે દર્દી હોસ્પિટલમાં સાવવાર લઈ રહ્યા છે. ત્યાર બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત ચોથા સ્થાન પર છે. એટલે કે ભારત એવો ચેથો દેશ છે જ્યાં હાલમાં સૌથી વધારે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement