શોધખોળ કરો
Advertisement
કર્ણાટકમાં કોરોનાએ લીધો વધુ એક નેતાનો ભોગ 1 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં હતા દાખલ, જાણો વિગત
બુધવારે લોકસભા સાંસદ અને રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાથી મોત થયું હતું. તેની પહેલા રાજ્યસભા સાંસદ અશોક ગસ્ટીનું કોરોનાથી અવસાન થયું હતું.
બેંગલુરુઃ કર્ણાટકના વધુ એક નેતાનું કોરોના વાયરસથી મોત થયું છે. કોરોનાથી પીડિત કોંગ્રેસના નેતા નારાયણ રાવનું આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મનીષ રાયે નારાયણ રાવના નિધનની પુષ્ટિ કરતીં કહ્યું, રાવને ગંભીર રીતે કોવિડ-19 સંક્રમણ થયા બાદ 1 સપ્ટેમ્બરે મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બુધવારે તેમની સ્થિતિ અતિ નાજુક થઈ ગઈ હતી અને ઘણા અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા. ડોક્ટરોની એક ટીમ રાવની સ્થિતિ પર નજર રાખતી હતી પરંતુ તેમ છતાં તેમને બચાવી શકાયા નથી.
બુધવારે લોકસભા સાંસદ અને રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાથી મોત થયું હતું. આ પહેલા અશોક ગસ્ટીનું થોડા દિવસ પહેલા કોરોનાથી મોત થયું હતું, તેઓ રાજ્યસભાના સાંસદ હતા. નારાયણ રાવ બિદર જિલ્લાના બાસાવાકલ્યાણથી ધારાસભ્ય હતા.
નારાયણ રાવના નિધનના સમાચાર મળતાં કર્ણાટકના વિધાનસભા સત્રની આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement