શોધખોળ કરો
Coronavirus: દવા અને મેડિકલ ઉપકરણ બનાવવા સરકારે 14 હજાર કરોડની સ્ક્રીમને આપી મંજૂરી
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

નવી દિલ્હીઃ આર્થિક મોરચા પર કોરોના વાયરસનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે મોટા પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ડ્રગ અને મેડિકલ ડિવાઇસનું સ્થાનિક ઉત્પાદન વધારવા વિશેષ પેકેજને મંજૂરી આપી છે. તે સિવાય નવા પ્લાન્ટ લગાવવા અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઇન્સેટિવ્સ મળશે. મેડિકલ ડિવાઇસનું ઉત્પાદનને વધારવા માટે ઇન્સેટિવ પેકેજ મળશે. કેબિનેટ નિર્ણયોની જાણકારી આપતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ડ્રગ પાર્ક બનાવવા 3000 કરોડ રૂપિયા ખર્ચ થશે. એપીઆઇને પ્રોત્સાહન આપવા માટે 6900 કરોડ રૂપિયા ખર્ચ થશે. દેશના 4 રાજ્યોમાં મેડિકલ ડિવાઇસ પાર્ક બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતમાં દવા બનાવવા માટે 80 ટકા એપીઆઇ વિદેશોમાંથી મંગાવવામાં આવે છે. ફાર્મામાં આ પેકેજમાં સરકાર કુલ 14 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. નોંધનીય છે કે કેબિનેટની પ્રેસ કોન્ફરન્સ પ્રથમવાર ડિઝિટલ આધારિત હતી જેમાં તમામ રિપોર્ટર વોટ્સએપ મારફતે સવાલ પૂછી રહ્યા હતા. દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. આ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે.
વધુ વાંચો





















