દેશના આ મોટા રાજ્યમાં કોરોનાનો કહેર વધતાં નાઇટ પાર્ટી પર લગાવી દેવાયો પ્રતિબંધ, જાણો વિગત
કર્ણાટકમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખયા 7456 છે. જ્યારે કુલ કેસની સંખ્યા 956.801 પર પહોંચી છે અને 12,379 લોકોના મોત થયા છે.
બેંગ્લુરુઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં લોકડાઉન પણ નાંખી દેવામાં આવ્યું છે. મુંબઈમાં પણ જો સ્થિતિ અઠવાડિયામાં કાબુમાં નહીં આવે તો લોકડાઉન નાંખવામાં આવી શકે છે. આ દરમિયાન દેશના મોટા રાજ્યએ પણ કોરોનાની સ્થિતિને જોતાં લેટ નાઇટ પાર્ટી પર પ્રતિબંધ મુકી દીધો છે.
કર્ણાટકમાં કોરોનાના કેસમાં છેલ્લા થોડા દિવસોથી અસામાન્ય ઉછાળો આવ્યો છે. જેને લઈ લેટ નાઇટ પાર્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દરમિયાન કર્ણાટકમાં સાઉથ આફ્રિકા વેરિયન્ટનો પ્રથમ કોવિડ-19 પોઝિટિવ કેસ આવ્યો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે. 10 માર્ટ સુધી યુકેથી પરત ફરેલા 64 લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
કર્ણાટકમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખયા 7456 છે. જ્યારે કુલ કેસની સંખ્યા 956.801 પર પહોંચી છે અને 12,379 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 22,854 કેસ નોંધાયા હતા. જ્યારે 126 લોકોના મોત થયા હતા અને 18,100 લોકો રિકવર થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,12,85,561 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરીનો આંક 1,09,38,146 થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,89,226 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,58,189 થયો છે.