શોધખોળ કરો
Advertisement
Coronavirus: આ રાજ્યમાં 31 મેં સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન
રાજ્યમાં અત્યાર સુધી 1946 લોકો કોરોન વાયરસથી સંક્રમિત છે, તેમાંથી 1257 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે.
ચંદીગઢ: પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેની જાહેરાત કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે, 18 મે બાદ નાના દુકાનદારો અને બિઝનેસમેનની વધુમાં વધુ દુકાનો ખોલી દેવામાં આવશે અને છૂટછાટ આપવામાં આવશે. પંજાબમાં 18 મે બાદ કર્ફ્યૂ રહેશે નહીં માત્ર લોકડાઉન રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પંજાબમાં હાલ સ્કૂલ ખુલશે નહી, બાળકોને સ્કૂલમાં અલગ અલગ રાખી શકાય નહીં. તેઓએ કહ્યું કે, રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને સમજવું મુશ્કેલ છે, તેથી પંજાબમાં કન્ફાઈનમેન્ટ ઝોન નોન કોન્ફાઈનમેન્ટ ઝોન બનાવવામાં આવશે.
પંજાબમાં અત્યાર સુધી 1946 લોકો કોરોન વાયરસથી સંક્રમિત છે, તેમાંથી 1257 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે અને 32 લોકોના મોત થયા છે. રાજ્યના સાત જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 100થી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ અમૃતસરમાં સામે આવ્યા છે. અહીં 301 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement