શોધખોળ કરો
Advertisement
દેશના આ મોટા શહેરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 10 હજારના મૃત્યુ, જીવ ગુમાવનાર 85 ટકા દર્દીઓની ઉંમર 50થી વધુ
દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 78 લાખને પાર પહોંચી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત 90 ટકા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
મુંબઈ: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર દુનિયા છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયથી જંગ લડી રહી છે. ભારતમાં આ જીવલેણ બિમારીએ કોહરામ મચાવી દીધો છે. જો કે હવે ધીમે ધીમે કોરોના સંક્રમણ દેશમાં કમજોર પડતનું નજર આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત 90 ટકા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. તેની વચ્ચે મોટા સમાચાર એ છે કે, મહારાષ્ટ્ર રાજ્યનું મુંબઈ મહાનગર દેશનું પ્રથમ એવું શહેર બની ગયું છે જ્યાં કોરોનાથી 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી જીવ ગુમાવનાર 85 દર્દીઓની ઉંમર 50 વર્ષી વધુ હતી.
મુંબઈમાં 10 હજારથી વધુ કોરોના દર્દીઓના મોત
શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના 1257 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં કોરોનાથી વધુ 50 દર્દીઓના મોત થયા હતા. જેના બાદ કોરોનાથી મરનારા દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં કુલ 2,50,059 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 2,21,538 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને 24 ઓક્ટોબર સુધી એક્ટિવ કેસ 19,554 હતા.
અત્યાર સુધી 16,38,961 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 14,55,107 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 43,152 લોકોના મોત થઈ ચૂક્યા છે, રાજ્યમાં હાલમાં 1,40,194 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion