શોધખોળ કરો
Advertisement
Coronavirus: ભારતમાં અત્યાર સુધી 25 વિદેશીઓ સહિત 168 કેસની થઈ પુષ્ટિ
ભારતમાં અત્યાર સુધી કોવિડ-19ની સંક્રમિત 168 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે વિદેશમાં રહેતા 276 ભારતીય કોવિડ-19થી સંક્રમિત છે.
નવી દિલ્હી: કોરોનાવાયરસથી દુનિયાના 159 દેશો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધી એક લાખ 84 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં 168 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે વાયરસથી સંક્રમિત 24 લોકોને સાજા કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં સંક્રમિત 10 કેસ સામે આવ્યા છે. જેમાં એક વિદેશી સામેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિદેશી સહિત 16 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 41 કેસ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે વિદેશમાં રહેતા ભારતીયોની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી 276 ભારતીય કોવિડ-19થી સંક્રમિત છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. ઈરાનમાં 225, યૂએઈમાં 12, ઈટાલીમાં 5 આ સિવાય હૉંગકૉંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક એક ભારતીય કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.
એશિયાઈ વિકાસ બેન્ક(એડીબી) એ એશિયા-પ્રશાંત ક્ષેત્રના વિકાસશીલ દેશોનો કોરો વાયરસના સંકટની બચવા માટે 6.5 અરબ ડૉલરનું શરૂઆતી પેકેજ આપવાની જાહેરાત કરી છે.
કોરોનાની મહામારીથી વિશ્વની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી છે, અનેક દેશેમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં સ્કૂલ, કૉલેજ, જિમ, પર્યટક સ્થળો અને મોટા મોટા મંદિર બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. અનેક શહેરોમાં માસ્ક અને સેનિટાઈઝરની અછત વર્તાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement