શોધખોળ કરો
Coronavirus: ભારતમાં એક દિવસમાં પ્રથમ વખત નોંધાયા 19,900થી વધુ કેસ, અત્યાર સુધીમાં 16 હજારના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 19,906 કેસ નોંધાયા છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે કોરોના કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 19,906 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. ઉપરાંત 410 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,28,859 પર પહોંચી છે. જેમાંથી 16,095 લોકોના મોત થયા છે અને 3,09,713 લોકો સાજા થઈ ગયા છે. હાલ 2,03,051 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 7273, દિલ્હીમાં 2558, ગુજરાતમાં 1789, મધ્યપ્રદેશમાં 550, આંધ્રપ્રદેશમાં 157, અરૂણાચલ પ્રદેશ 1, આસામમાં 9, બિહારમાં 59, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 13, હરિયાણામાં 218, હિમાચલ પ્રદેશમાં 9, જમ્મુ-કાશ્મીરમાં 93, ઝારખંડમાં 12, કર્ણાટકમાં 191, કેરળમાં 22, મેઘાલયમાં 1, ઓડિશામાં 18, પુડ્ડુચેરીમાં 10, પંજાબમાં 128, રાજસ્થાનમાં 391, તમિલનાડુમાં 1025, તેલંગાણામાં 245, ઉત્તરાખંડમાં 37, ઉત્તરપ્રદેશમાં 649 અને પશ્ચિમ બંગાળમાં 629 લોકોના મોત થયા છે.
વિશ્વભમાં ભારત ચોથો સૌથી પ્રભાવિત દેશ
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વમાં ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા સૌથી વધારે પ્રભાવિત દેશ છે.
અમેરિકા: કેસ- 2,596,403 , મૃત્યુઆંક - 128,152
બ્રાઝીલ: કેસ- 1,315,941, મૃત્યુઆંક - 57,103
રશિયા : કેસ - 627,646, મૃત્યુઆંક - 8,969
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
