શોધખોળ કરો
Coronavirus: દેશમાં 7 દિવસમાં જ 62 હજારથી વધારે નવા કેસ નોંધાયા, 1600થી વધુ લોકોના મોત
છેલ્લા સાત દિવસમાં 62,894 નવા કેસ નોંધાયા છે. છેલ્લા સાત દિવસથી દરેક દિવસે આઠ હજારથી વધારે નવા કેસ આવ્યા છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે સંક્રમિતોનો આંકડો 2,36,657 પર પહોંચ્યો હતો. કોરોનાથી દેસમાં 6,642 લોકોના મોત થઈ ચુક્યા છે. છેલ્લા સાત દિવસમાં 62 હજારથી વધારે નવા કેસ અને 1600થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા સાત દિવસમાં 62,894 નવા કેસ નોંધાયા છે. છેલ્લા સાત દિવસથી દરેક દિવસે આઠ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. - 31 મેના રોજ 8380 કેસ અને 193 મોત - 1 જૂનના રોજ 8392 કેસ અને 230 મોત - 2 જૂનના રોજ 8171 કેસ અને 204 મોત - 3 જૂનના રોજ 8909 કેસ અને 217 મોત - 4 જૂનના રોજ 9304 કેસ અને 260 મોત - 5 જૂનના રોજ 9851 કેસ અને 273 મોત - 6 જૂનના રોજ 9887 કેસ અને 294 મોત ભારતમાં કુલ મામલાના 26.57 ટકા કેસ માત્ર સાત દિવસમાં જ સામે આવ્યા છે. છેલ્લા સાત દિવસમાં સરેરાશ 200થી વધારે મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીના કુલ મોતના 24.34 ટકા મોત છેલ્લા સાત દિવસમાં જ થયા છે. 30 જાન્યુઆરીના રોજ ભારતમાં પ્રથમ કેસ સામે આવ્યો હતો. 19 મેના રોજ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખ પહોંચી, જ્યારે 3 જૂનના રોજ બે લાખને પાર કરી ગઈ હતી. એક લાખ કેસ થવામાં 110 દિવસ લાગ્યા હતા, જ્યારે બે લાખ કેસ 125 દિવસમાં થઈ ગયા હતા.
વધુ વાંચો





















