શોધખોળ કરો
કોરોનાનો ચેપ શરીરમાં કોના લીધે ફેલાય છે ? વિજ્ઞાનીઓેને મળી મોટી સફળતા, જાણો શું થશે ફાયદો ?
વૈજ્ઞાનિકોએ જીન એડિટિંગ ટૂલ (CRISPR-Cas9)નો ઉપયોગ કરીને કોરોના શરીરમાં કઈ રીતે ફેલાય છે તે શોધ્યું હતું.

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. આ દરમિયાન અનેક દેશો કોરોનાની રસી શોધવામાં લાગ્યા છે. આ દરમિયાન એક નવા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ શરીરમાં કયા જીન્સના કારણે ફેલાય છે તે શોધ્યું છે. વૈજ્ઞાનિકોએ જીન એડિટિંગ ટૂલ (CRISPR-Cas9)નો ઉપયોગ કરીને કોરોના શરીરમાં કઈ રીતે ફેલાય છે તે શોધ્યું હતું. સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ કેટલાંક જીન્સને આફ્રિકન ગ્રીન મંકીના સેલ્સમાં નાંખ્યા. પછી તેને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધો. પછી જોયું કે કયા જીન પ્રો વાયરલ એટલે કે વાયરસને ફેલાવનાર અને કયાં તેની વિરૂદ્ધ લડનાર (એન્ટી વાયરલ) છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, રિસર્ચમાં તેમને ખબર પડી કે માનવ શરીરમાં આ વાયરસ કેટલો અસર કરે છે અને કેટલું નુકસાન કરે છે. આ પછી રસી તૈયાર કરી શકાશે, જે શરીરમાં વાયરસને સપોર્ટ કરતાં જીન્સ કે સેલ પર સીધી અસર કરશે. આ સ્ટડી યેલ યૂનિવર્સિટી ઓફ મેડિસિન, બોર્ડ ઈન્સ્ટિટ્યૂટ અને MIT તથા હાવર્ડ યુનિવર્સિટીએ મળીને કર્યું છે. રિસર્ચમાં સામેલ થયેલા એક વૈજ્ઞાનિકે કહ્યું, COVID-19ને શરીરમાં ફેલાવતી કોશિકાની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે ખબર હશે કે કોરોના વાયરસને શરીરમાં કયા જીન કે સેલ વધવામાં મદદ કરે છે ત્યારે જ આપણે દવા બનાવી શકીશું.
વધુ વાંચો





















