શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં કોરોનાના કેસની સંખ્યા ચાર લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15 હજારથી વધુ કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ભારતમાં પોઝિટીવ કેસની કુલ સંખ્યા 4,10,461 થઇ ગઇ છે
નવી દિલ્હીઃ ભારતમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર લાખની પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 306 મોત અને 15413 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે. એક દિવસમાં આ અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ભારતમાં પોઝિટીવ કેસની કુલ સંખ્યા 4,10,461 થઇ ગઇ છે જેમાં 1,69,451 એક્ટિવ કેસ, 2,27,756 સ્વસ્થ દર્દીઓ અને 13,254 મોત સામેલ છે.
એક જૂનથી 20 જૂન વચ્ચે દેશભરમાં કોરોનાના બે લાખથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. સરકારે લગભગ 22 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખ રૂપિયાની વીમા યોજનાને ત્રણ મહિના માટે સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ દ્ધારા લાગુ કરાયેલી આ યોજના 30 જૂન 2020ના રોજ પૂર્ણ થઇ રહી હતી. પરંતુ હાલમાં કોરોના મહામારીથી રાહત મળી નથી તેવામાં આ યોજનાને ત્રણ મહિના સુધી વધારી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion