શોધખોળ કરો
Advertisement
કયા રાજ્યમાં ધોરણ 9 થી 12ની સ્કૂલો ફરી ખોલવાનો કરાયો નિર્ણય ? વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત
કોરોના મહામારીના કારણે લગભગ છેલ્લા 8 મહિનાથી સ્કૂલો બંધ છે.
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે લગભગ છેલ્લા 8 મહિનાથી સ્કૂલો બંધ છે. ત્યારે હરિયાણાની સરકારે ફરી સ્કૂલો શરુ કરવાનો નિર્ણય કર્યો છે. 9 થી 12 ધોરણની સ્કૂલો ફરી શરુ કરવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓ માટે કોરોના રિપોર્ટ લાવવું ફરજિયાત રહેશે.
શિક્ષણ વિભાગે કહ્યું કે, “બોર્ડની પરીક્ષાઓ તથા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 14 ડિસેમ્બરથી પ્રતિદિન ત્રણ કલાક સવારે 10 થી 1 વાગ્યા વચ્ચે સરકારી અને ખાનગી શાળાઓ ખોલવામાં આવશે. ધોરણ 9 અને 11ના વિર્ધાર્થીઓ માટે ડિસેમ્બરથી શાળાઓ ખુલશે.”
શાળામાં આવતા પહેલા વિદ્યાર્થીઓએ પોતાનું સામાન્ય હેલ્થ ચેકઅપ કરાવવાનું રહેશે. સંબંધિત ડૉક્ટર દ્વારા તેણે સામાન્ય સ્વાસ્થ્ય ચેકએપ ઉપરાંત વિદ્યાર્થીને કોરોના સંક્રમણના લક્ષણ છે કે નહી રિપોર્ટ લાવવો પડશે. આ સામાન્ય હેલ્થ ચેકઅપ રિપોર્ટ શાળામાં પ્રવેશ પહેલા 72 કલાકથી વધાર જૂનું ન હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં અત્યાર સુધી 2,48,079 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 2650 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement