કોરોના વાયરસની બીજી લહેર ડોક્ટરો માટે બની ઘાતક, એક જ દિવસમાં 50 તબીબનો લીધો ભોગ, જાણો કુલ કેટલા ડોક્ટરોના થયા મોત
કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 270 ડોક્ટરના મોત થયા હોવાનું ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું, જેમાંથી 50 ડોક્ટરોના મોત રવિવારે જ થયા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યવાર જાહેર કરેલા આંકડા પ્રમાણે લિસ્ટમાં ઉત્તર પ્રદેશ અને બિહાર ટોચ પર છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ફરી વળી છે. છેલ્લા થોડા દિવસોથી કેસ ઘટ્યા છે પણ મૃત્યુઆંક વધ્યો છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 270 ડોક્ટરના મોત થયા હોવાનું ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું, જેમાંથી 50 ડોક્ટરોના મોત રવિવારે જ થયા હતા.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યવાર જાહેર કરેલા આંકડા પ્રમાણે લિસ્ટમાં ઉત્તર પ્રદેશ અને બિહાર ટોચ પર છે. જ્યાં ચાલુ વર્ષે સૌથી વધારે ડોક્ટરોના મોત થયા છે. બિહારમાં 78, ઉત્તરપ્રદેશમાં 37, દિલ્હીમાં 29 અને આંધ્રપ્રદેશમાં 22 ડોક્ટરોને કોરોના ભરથી ગયો હતો. માત્ર ત્રણ ટકા ડોક્ટરોનું સંપૂર્ણ રસીકરણ થયું હતું.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,63,553 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4329 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 4,22,436 લોકો ઠીક પણ થયા છે. આજે દેશમાં 24 કલાકમાં સૌથી વધુ મોત અને સૌથી વધુ લોકો ઠીક થયા હતા.
- કુલ કેસ- બે કરોડ 52 લાખ 28 હજાર 996
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 15 લાખ 96 હજાર 512
- કુલ એક્ટિવ કેસ - 33 લાખ 53 હજાર 765
- કુલ મોત - 2 લાખ 78 હજાર 719
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 44 લાખ 53 હજાર 149 ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા 17 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | કેસ | મોત |
| 17 મે | 2,81,386 | 4106 |
| 16 મે | 3,11,170 | 4077 |
| 15 મે | 3,26,098 | 3890 |
| 14 મે | 3,43,144 | 4000 |
| 13 મે | 3,62,727 | 4120 |
| 12 મે | 3,48,421 | 4205 |
| 11 મે | 3,29,942 | 3876 |
| 10 મે | 3,66,161 | 3754 |
| 9 મે | 4,03,738 | 4092 |
| 8 મે | 4,07,078 | 4187 |
| 7 મે | 4,14,188 | 3915 |
| 6 મે | 4,12,262 | 3980 |
| 5 મે | 3,82,315 | 3780 |
| 4 મે | 3,57,299 | 3449 |
| 3 મે | 3,68,147 | 3417 |
| 2 મે | 3,92,498 | 3689 |
| 1 મે | 4,01,993 | 3523 |
Cyclone Tauktae : સૌરાષ્ટ્રની કઈ મોટી નદીમાં આવ્યું ઘોડાપૂર ? જાણો મોટા સમાચાર





















