શોધખોળ કરો

Bhavnagar: એક મહિનામાં બ્રાહ્મણ પરિવારના 4-4 લોકોનાં મોત, બે યુવાન વિધવા પૂત્રવધુ પર હવે 3 માસૂમ બાળકોની જવાબદારી

બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા મૂળ ઉમરાળાના નિવાસી ભરતભાઈ ઓધવજીભાઈ જોષીનાં પત્નિ અને બે દીકરા મળીને કુલ ત્રણ સભ્યો એપ્રિલમાં કોરોનાના ભરડામાં સપડાઈ ગયા હતા. આ પૈકી ભરતભાઈના નાના પુત્ર હિતેષભાઈ (ઉ.વ. 32)નું 15 એપ્રિલના રોજ મોત થયું હતું. નાના દિકરાની અણઘારી વિદાયથી શોકમગ્ન પરિવારજનોની પર બીજા દિવસે ફરી આભ તૂટ્યું અને 16 એપ્રિલે મોટા પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37)નું પણ બોટાદ ખાતે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ભાવનગરઃ  બોટાદના તપોધન બ્રાહ્મણ પરિવારમાં એક માસના ટૂંકા સમયમાં જ ઘરના ચાર-ચાર લોકોનાં કોરોનાના કારણે મોત થતાં ઘરમાં બે યુવાન વિધવા જ રહી ગઈ છે કે જેમના માછે પોતાનાં ત્રણ સંતાનોની જવાબજારી આવી ગઈ છે. ઘરના મોભી-વડીલની સાથે પરિવારના આધારસ્તંભ એવા બે ભાઈ અને માતા પણ ગુજરી જતાં બંને દીકરાની પત્નિઓ અને તેમનાં સંતાનો સાવ નોંધારાં થઈ ગયાં છે. 

બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા મૂળ ઉમરાળાના નિવાસી ભરતભાઈ ઓધવજીભાઈ જોષીનાં પત્નિ અને બે દીકરા મળીને કુલ ત્રણ સભ્યો એપ્રિલમાં કોરોનાના ભરડામાં સપડાઈ ગયા હતા. આ પૈકી ભરતભાઈના નાના પુત્ર હિતેષભાઈ (ઉ.વ. 32)નું 15 એપ્રિલના રોજ મોત થયું હતું. નાના દિકરાની અણઘારી વિદાયથી શોકમગ્ન પરિવારજનોની પર બીજા દિવસે ફરી આભ તૂટ્યું અને 16 એપ્રિલે મોટા પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37)નું પણ બોટાદ ખાતે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 24કલાકમાં જ બે-બે પુત્રના મૃત્યુથી માતા આશાબેન જોષી (ઉ.વ.58) આઘાતમાં સરી પડયા હતા અને બે દિવસ પછી તેમનું પણ નિધન થયું.

દરમિયાનમા પરિવારનાં લોકોની સારવારમાં વ્યસ્ત ભરતભાઈ જોષી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા પણ તેમની સ્થિતિ ગંભીર થતાં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યાના છ દિવસમાં જ કોરોનાએ ફરી ઉથલો મારતાં તેમને સિંધુનગર સ્થિત માધવ કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહીં બે દિવસની ટૂંકી સારવાર બાદ 13 મેના રોજ વૃધ્ધ ભરતભાઈ જોષીનો પણ કોરોનાની બિમારીએ જીવનદીપ બૂંઝાવી નાંખ્યો હતો.

એક જ માસમાં માતા-પિતા અને બે પુત્રને કોરોનાએ છિનવી લેતાં  હવે ઘરમાં બે વિધવા વહુ રહી છે કે  જેમના ઉપર ત્રણ માસૂમ સંતાનોની જવાબદારી આવી પડી છે. કોરોનાથી મોતને ભેટનાર હિતેશભાઈને માત્ર ત્રણ વર્ષની માસૂમ દીકરી છે, તો ચેતનભાઈને 11 વર્ષનો અને પાંચ વર્ષનો એમ બે દિકરા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો

PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું

IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો

INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ચરબી મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : તમારી હેસિયત શું છે?Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો

IND vs AUS: હાર્દિક પંડ્યાની સિક્સ પર ખુશીથી ઝૂમી ઉઠી 'ગર્લફ્રેન્ડ' જૈસ્મિન, વીડિયોએ સંબંધો પર લગાવી મોહર

ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના, જાણો લેટેસ્ટ આગાહી 

IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  

Embed widget