શોધખોળ કરો
દેશના આ મોટા રાજ્યમાં આગામી બે મહિનામાં આવી શકે છે કોરોનાની બીજી લહેર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની કરી ભલામણ, જાણો વિગત
કોરોના સંક્રમણના મામલે કર્ણાટક દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે અને એક્ટિવ કેસની સંખ્યા મામલે પશ્ચિમ બંગાળ પછી પાંચમાં સ્થાન પર છે.
![દેશના આ મોટા રાજ્યમાં આગામી બે મહિનામાં આવી શકે છે કોરોનાની બીજી લહેર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની કરી ભલામણ, જાણો વિગત Coronavirus: Second wave of COVID 19 in Karnataka is expected during January February 2021 check details દેશના આ મોટા રાજ્યમાં આગામી બે મહિનામાં આવી શકે છે કોરોનાની બીજી લહેર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની કરી ભલામણ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/02230446/karnataka-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
બેંગ્લુરુઃ દેશના અનેક રાજ્યોમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાને કાબુમાં લેવા વિવિધ રાજ્યો દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન કર્ણાટકમાં આગામી બે મહિનામાં કોરોનાની બીજી લહેર આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી ANI મુજબ, કર્ણાટકમાં કોવિડ-19ની સ્ટેટ ટેકનિકલ એડવાઇઝરી કમિટીએ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને આ માટે ફેબ્રુઆરી સુધી દરરોજ 1.25 લાખ ટેસ્ટ કરવાની ભલામણ કરી છે. હાલ કર્ણાટકમાં કોરોનાના 23728 એક્ટિવ કેસ છે અને 8,50,707 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. રાજ્યમાં 11,792 લોકોના કોરોનાથી મોત થયા છે.
કોરોના સંક્રમણના મામલે કર્ણાટક દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે અને એક્ટિવ કેસની સંખ્યા મામલે પશ્ચિમ બંગાળ પછી પાંચમાં સ્થાન પર છે. જ્યારે કોરોના વાયરસના કારણે થયેલા મોતના મામલે મહારાષ્ટ્ર પ્રથમ, કર્ણાટક બીજા અને તમિલનાડુ ત્રીજા ક્રમે છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,604 નવા કેસ અને 501 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 94,99,414 પર પહોંચી છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,38,122 લોકોના મોત થયા છે. દેશમાં 89,32,647 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ દેશમાં 4,28,644 એક્ટિવ કેસ છે.
રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઓડિશા ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટના ભાવ ઘટાડી ચુક્યા છે.
બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક હોવાના આ છે ફાયદા, આ સરળ રીતે જાણો તમારો આધાર નંબર બેંક સાથે લિંક છે કે નહીં
AUS v IND: વન ડેમાં ડેબ્યૂ બાદ પ્રથમ વખત એક વર્ષમાં સદી નથી ફટકારી શક્યો કોહલી, જાણો કયા વર્ષે ફટકારી સૌથી વધુ સદી
India vs Australia: પંડ્યા-જાડેજાએ તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)