શોધખોળ કરો
Advertisement
AUS v IND: વન ડેમાં ડેબ્યૂ બાદ પ્રથમ વખત એક વર્ષમાં સદી નથી ફટકારી શક્યો કોહલી, જાણો કયા વર્ષે ફટકારી સૌથી વધુ સદી
ચાલુ વર્ષે વિરાટ કોહલીએ 9 વન ડે મેચ રમી છે. જેમાં પાંચ અડધી સદી ફટકારી શક્યો છે. જેમાંથી તેણે ચાર ઓસ્ટ્રેલિયા સામે અને એક ન્યૂઝીલેન્ડ સામે મારી છે.
કેનબરાઃ ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 303 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે 5 વિકેટ ગુમાવીને ભારતે 50 ઓવરમાં 302 રન બનાવ્યા હતા. એક તબક્કે 152 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મોટો સ્કોર નહીં કરે તેમ લાગતું હતું. પણ હાર્દિક પંડ્યા અને જાડેજાએ બાજી પલટી હતી અને ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો.
મેચમાં વિરાટ કોહલી 78 બોલમાં 63 રન બનાવી આઉટ થયો હતો. 2008માં ડેબ્યૂ કર્યા બાદ પ્રથમ વખત કોહલી એક વર્ષ દરમિયાન વન ડેમાં સદી ફટકારી શક્યો નથી. જોકે કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ વર્ષે વધારે વન ડે આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાઈ નથી. ભારતની ચાલુ વર્ષે આ અંતિમ વન ડે છે.
ચાલુ વર્ષે વિરાટ કોહલીએ 9 વન ડે મેચ રમી છે. જેમાં પાંચ અડધી સદી ફટકારી શક્યો છે. જેમાંથી તેણે ચાર ઓસ્ટ્રેલિયા સામે અને એક ન્યૂઝીલેન્ડ સામે મારી છે. ચાલુ વર્ષે બે વખત તે સદી લગાવવાથી ચૂકી ગયો હતો. કોહલીએ બે વખત 89 રન બનાવ્યા હતા અને બંને ઈનિંગ ઓસ્ટ્રેલિયા સામે જ રમ્યો હતો. ચાલુ વર્ષે કોહલીએ 47.88ની સરેરાશથી 431 રન બનાવ્યા છે. વર્તમાન સીરિઝમાં ત્રણ મેચમાં અનુક્રમે 21 રન, 89 રન અને 63 રન બનાવ્યા છે.
જાણો કોહલીએ કયા વર્ષે સૌથી વધારે સદી મારી
2008: વન ડે મેચની પાંચ ઈનિંગમાં એક પણ સદી નહી
2009: વન ડે મેચની આઠ ઈનિંગમાં એક સદી
2010: વન ડે મેચની 24 ઈનિંગમાં ત્રણ સદી
2011: વન ડે મેચની 34 ઈનિંગમાં ચાર સદી
2012: વન ડે મેચની 17 ઈનિંગમાં પાંચ સદી
2013: વન ડે મેચની 30 ઈનિંગમાં ચાર સદી
2014: વન ડે મેચની 20 ઈનિંગમાં ચાર સદી
2015: વન ડે મેચની 20 ઈનિંગમાં બે સદી
2016: વન ડે મેચની 10 ઈનિંગમાં ત્રણ સદી
2017: વન ડે મેચની 26 ઈનિંગમાં છ સદી
2018: વન ડે મેચની 14 ઈનિંગમાં છ સદી
2019: વન ડે મેચની 25 ઈનિંગમાં પાંચ સદી
2020: વન ડે મેચની 9 ઈનિંગમાં એક પણ સદી નહી
India vs Australia: પંડ્યા-જાડેજાએ તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion