શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં કયા-કયા શહેરોમાં ફેલાયો છે કોરોના વાયરસ, કેટલા કેસ નોંધાયા, જાણો હાલની સ્થિતિ......
ભારતમાં ઓછામાં ઓછા 7 રાજ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરાલા, તેલંગાણા, રાજસ્થાન અને હરિયાણા સામેલ છે. આ રાજ્યોમાં શંકાસ્પદ કે પછી પૉઝિટીવ કેસ સામે આવ્યા છે
નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ એક ભયાનક ખતરો બની ગયો છે. ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે, અને કેટલાક શહેરોમાં વકર્યો પણ છે. તાજા રિપોર્ટ પ્રમાણે ભારતમાં 29 કેસ કન્ફોર્મ થયા છે.
29 લોકો કોરોનાથી સંક્રમિત છે, ત્યારે જાણવુ જરૂરી છે કે ભારતમાં કયા કયા શહેરોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. તે પ્રમાણે દેશમાં દિલ્હી, હૈદરાબાદ, આગરા, જયપુર, પટના અને હરિયાણામાં કોરોના વાયરલ ફેલાયો છે.
રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઓછામાં ઓછા 7 રાજ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરાલા, તેલંગાણા, રાજસ્થાન અને હરિયાણા સામેલ છે. આ રાજ્યોમાં શંકાસ્પદ કે પછી પૉઝિટીવ કેસ સામે આવ્યા છે.
શું છે કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.
કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં
1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું.
2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ.
3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.
4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો.
5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.
6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો.
7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion